50 લાખની ઉઘરાણીમાં વેપારીનું અપહરણ, બે કલાક સુધી માર માર્યો
ઓડિસા ચાલતી ફેકટરીમાંથી છૂટા થયેલા ભાગીદારોએ પૈસાની ઉઘરાણીમાં ભિસ્તીવાડની ટોળકીને હવાલો આપ્યો
10 શખ્સોએ યુનિ.રોડથી ઉઠાવ્યો, માર મારી બે કલાક બાદ ફરી ત્યા મૂકી ધમકી આપી પલાયન: ગુનો નોંધાયો
રાજકોટ શહેરમાં ટી એન રાવ કોલેજ સામે નંદભૂમિ એપાર્ટમેન્ટમાં રહેતા વેપારી આનંદભાઇ ગીરધરભાઇ કણસાગરા પટેલ(ઉ.વ.39) પાસેથી દોઢ કરોડની ઉઘરાણીમાં પૂર્વ ભાગીદારો અમીતભાઇ પ્રફુલચંદ્ર કાચા અને હિરેનભાઇ ગોરધનભાઇ ઠુમ્મરે રાજકોટના શખ્સોને હવાલો આપ્યો હતો.આ ઉઘરાણીમાં જાહીરભાઇ મહમદરફીક સંધવાણી, સમીર ઉર્ફે ધમો બશીરભાઇ શેખ,ઇશોભા રીઝવાન દલ, મીરખાન રહીશ દલ અને બીજા ચાર અજાણયા શખ્સોએ વેપારીનું અપહરણ કરી રૂૂખડીયા પરા લઇ જઇ બે કલાક સુધી બેફામ માર મારી અને અંતે રૂૂ.50 લાખ રવિવારે આપી દેવાનું કહી જાનથી મારી નાખવાની ધમકી આપતા વેપારીએ પોલીસમાં ગુનો નોંધાવ્યો હતો.
આનંદભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે,મે તથા રાજકોટના સુમીતભાઈ ભીમાણી તથા અમીતભાઇ પ્ર ફુલચંદ્ર કાચા તથા ગોરધનભાઇ ઠુમ્મર તથા જીનેશભાઇ મહેતાએ પાર્ટનરમા ઓડીશા રાજયના ભુબન શહેરમા 2018મા વોટર વે ઇન્ફ્રાકોન નામની ફેકટરી ચાલુ કરેલ હતી.ફેકટરીમા આર.સી.સી.પાઇપ બનાવતા હતા અને તે માલ અમે ત્યાની ગવર્મેન્ટના કામમા સપ્લાય કરતા હતા અને બાદ લોકડાઉનની પરિસ્થીતી વચ્ચે અમે કામ ચાલુ રાખેલ પરંતુ પાર્ટનર વચ્ચે પ્રોબ્લેમ થતા સને 2021 ના એન્ડમા ફેકટરી બંધ થઈ ગઈ હતી.બાદ સને 2022મા પાર્ટનર અમીતભાઇ કાચા,ગોરધનભાઇ ઠુમ્મર અને જીનેશભાઇ મહેતા છુટા થઇ ગયા હતા અને આ ત્રણેય જણા છુટા થયા ત્યારે મારે સુમીતભાઇએ અમીતભાઇ કાચાને રૂૂપીયા 75 લાખ,હીરેનભાઇ ઠુમ્મરને રૂૂપીયા 75 લાખ અને જીનેશભાઇ મહેતાને રૂૂપીયા 75,000,00/-ચુકવવાના હતા.
બાદમાં આ ત્રણેય જણાને સીકયુરીટી પેટે આપેલ હતા.અને બાદ હુ 2024મા ફેકટરીમાથી છુટો થઇ ગયેલ હતો અને આ ફેકટરી સુમીતભાઇએ એકલાએ સંભાળી લીધેલ હતી.તે વખતે અમીતભાઈ કાચા તથા હીરેનભાઈને મે કહેલ હતુ કે હુ ફેકટરીમાથી છુટો થઇ ગયેલ છુ.અને તમારા રૂૂપીયા સુમીતભાઈ ચુકવી આપશે. જેથી તે બંનેએ મને કહેલ કે તારે અમને 50 ટકા રૂૂપીયા તો આપવા જ પડશે.તુ છુટો થયો હોય તેમા અમારે કાંઇ લેવા દેવા નથી. અને અમીત ભાઈએ તેની પાસે રહેલ અમારી કંપનીનો ચેક બેંકમા નાખતા બેલેન્સ ન હોવાથી રીટર્ન થયેલ હતો. અને બાદ અમીતભા ઇએ મારી તથા સુમીતભાઈ સામે નેગોશીએબલ મુજબ રાજકોટ કોર્ટમા કેસ કરેલ છે.
બારેક દિવસ પહેલા મારા ઘરે જાહીર મહમદરફીક સંધવાણી તથા સમીર ઉર્ફે ધમો બશીરભાઇ શેખ મારા ઘરે રાતના નવેક વાગ્યે આવેલ હતા અને પૈસા આપવા જ પડશે તેવી ધમકી આપી જતા રહ્યા હતા.બાદમાં બીજા દિવસે જાહીરભાઇએ તેના મોબાઈલ નંબર ઉપર વોટસઅપ કોલ કરેલ હતો.પણ મે ઉપાડેલ નથી.ગઈ તા.25/02/2025 ના સુમીતભાઇ ભીમાણી ઓડીસાથી કોર્ટમા તારીખે આવેલ હોય જેથી બપોરના અમારે યુનીવર્સીટી રોડ ઉપર આવેલ દ્વારીકાધીશ હોટલમા જમવાનુ હોય જેથી હુ બપોરના આશરે દોઢેક વાગ્યે કોર્ટમાથી નીકળી સવા બે વાગ્યા આસપાસ હું મારૂૂ સ્કૂટર લઈ દ્વારકાધીશ હોટલ યુનિવર્સીટી રોડ ખાતે જમવા જતો હતો.આ સમયે એફ.એસ.એલ કચેરી ખાતે પહોંચતા એક કાળા કલરની કાળા કાચવાળી નંબર વગરની સ્કોર્પીયો મારા બાઇકની આગળ ઉભી રહેલ હતી.
તેમાથી જાહીરભાઈ મહમદરફીક સંધવાણી,સમીર ઉર્ફે ધમો બશીરભાઇ શેખ,ઇશોભા રીજવાન દલ, મીરખાન રહીશ દલ એમ ચારેય જણા ઉતરેલ અને છરી બતાવી કહેલ કે તુ અમારી ગાડીમા બેસી જા. નહીતર અહીં તારુ પુરુ કરી નાખીશુ. તેમ કહેતા હુ ડરી ગયેલ અને મને આ લોકોએ બળજબરીથી પકડી મને તેના સ્કોર્પીયો ગાડીમા બેસાડી દિધેલ હતો.ચાલુ ગાડીએ તે માના ત્રણ જણા મને આડેધડ ઢીકાપાટાથી માર મારવા લાગેલ હતા અને મને કહેતા હતા કે તુ કેમ ભેગો થતો નથી અને અમારો ફોન કેમ ઉપાડતો નથી.
જાહિરે કહ્યું કે રવિવાર સુધીમા 50 લાખ નહી દે તો તારા ઘરે આવી તને અને તારી દિકરી ઓને છરીના ખોદા મારી દઇશુ.અને પોલીસ ફરીયાદ કરીશ તો પણ તારા પરીવારને છરીના ખોદા મારી દેશુ.અને ત્યાથી મને બીજી કારમા બેસાડેલ અને મને આકાશવાણી ચોક પાસે લઈ આવી ત્યાં આશરે સાડા ચારેક વાગ્યે મને ઉતારી દીધો હતો અને બાદમાં હું સરકારી હોસ્પીટલ રાજકોટ ખાતે સારવાર લીધેલ હતી અને સારવાર કરાવી મારા ઘરે આવી ઘરના પરિવારના સભ્યો પણ ડરતા હોય જેથી ફરીયાદ કરવાનુ નક્કી કરી યુનિવર્સિટી પોલીસમાં ફરિયાદ નોંધાવતા પીઆઇ એચ.એન.પટેલ અને સ્ટાફે ગુનો નોંધી ત્રણ આરોપીને સકંજામાં લીધા હતા.
મારે અમિતને 50 લાખ આપવાના છે તેવું બોલાવડાવી વીડિયો ઉતાર્યાનો આક્ષેપ
વેપારી આનંદભાઈને જંકશન રેલ્વે સ્ટેશન પાછળ રૂૂખડીયાપરામા માલઢોર બાંધવાનો ખુલ્લો વાડો હોય ત્યા લઇ ગયેલ હતા અને તે વખતે જાહીરભાઇ મહમદરફીક સંધવાણીએ કોઈને ફોન કરેલ અને કહેલ કે રૂખડીયાપરામા આવો તેમ ફોનમાં વાત કરતા થોડીવારમા ચાર જણા ત્યા આવેલ અને તેમા બે જણા પાસે લોખંડના પાઇપ હતા અને તેમા જાહીરએ મને કહેલ કે તારે અમીતભાઈ તથા હીરેનના રૂૂપીયા આપવા પડશે જેનો પૈસાનો હવાલો મે લીધેલ છે.તમામ માણસો આનંદભાઈને વારાફરતી લોખંડના પાઇપથી તેમજ આડેધડ ઢીકાપાટાથી મને મારવા લાગેલ હતા.આનંદભાઈને જાહીરએ કહેલ કે હુ વીડીઓ ઉતારૂૂ છુ. અને તેમા તારે એમ બોલવાનુ છે કે મારે અમીતભાઈ કાચાને રૂૂ.50,000,00/-આપવાના છે અને રવીવાર સુધીમા રૂ.5,00,000/-અમીતભાઈને આપી દઇશ.
પોલીસ ઉપર હુમલાના ફરાર આરોપી ઇશોભા વિરુદ્ધ વધુ એક ગુનો
રાજકોટ શહેરમાં મારામારીના ગુનામાં જામનગર રોડ ઉપર આરોપીને પકડવા ગયેલી પ્રનગર પોલીસના પોલીસમેન પર હુમલો કરી ફરાર થયેલા ઇશોભાને હજુ સુધી પોલીસ પકડી શકી નથી ત્યારે તેમણે એક વેપારીના નીકળતા રૂા.50લાખનો હવાલો લઇ યુનિ.રોડથી તેમની ગેંગ સાથે મળી પટેલ વેપારીનુ અપહરણ કરી રૂખડિયાપરામાં લઇ જઇ બેફામ મારમાર્યો હતો. આ ઘટનામાં આરોપીને પકડવા પોલીસ તજવીજ શરૂ કરી છે.
સિકયોરિટી પેટે આપેલા ચેક અમિતભાઇએ બેંકમા નાંખી રિટર્ન થતા નેગોશિયેબલની ફરિયાદ થઇ હતી
કંપનીમા ભાગીદારો વચ્ચે માથાકુટ થતા વર્ષ 2022 મા પાર્ટનર અમિતભાઇ કાચા ગોરધનભાઇ ઠુંમર અને જીનેશભાઇ મહેતા કંપનીમાથી છુટા થયા હતા અને આ ત્રણેય ભાગીદાર છુટા થતા સુમિતભાઇએ અમિતભાઇ કાચાને રૂ. 7પ લાખ, હિરેનભાઇ ઠુંમરને 7પ લાખ અને જીનેશભાઇ મહેતાને રૂ. 7પ લાખ ચુકવવાનાં હતા આ વખતે ફેકટરીનાં નામના ચેક આ ત્રણેયને સિકયુરીટી પેટે આપ્યા હતા અને બાદમા 2024ની સાલમા ફરીયાદી આનંદભાઇ પટેલ ફેકટરીમાથી છુટા થઇ ગયા હતા અને ફેકટરી સુમીતભાઇએ સંભાળી લીધી હતી. આ સમયે અમિતભાઇએ તેની પાસે રહેલા ચેક બેંકમા નાખતા બેલેન્સ ન હોવાથી ચેક રીટર્ન કરાવ્યા હતા અને આનંદભાઇ અને સુમિતભાઇ વિરૂધ્ધ નેગોશિયેબલ મુજબ રાજકોટ કોર્ટમા કેસ કર્યો હતો.