ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

બોટાદમાં ભાણેજ માટે વ્યાજે લીધેલા 16 લાખની ઉઘરાણીમાં વેપારીનો આપઘાત

02:08 PM Jan 28, 2025 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement

વ્યાજખોરના ત્રાસથી ઝેર પીધું: પોલીસમાં ફરિયાદ નોંધાઇ

Advertisement

બોટાદમાં વ્યાજખોરોની પઠાણી ઉઘરાણીથી કંટાળીને એક વેપારીએ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે. બોટાદના ભાવનગર રોડ પર આવેલ સીતારામ નગર-1માં રહેતા 45 વર્ષીય જયસુખભાઈ ગાંભવાએ વાડી વિસ્તારમાં જઈને ઝેરી દવા પી લીધી હતી. જયસુખભાઈ તેમના ભાણેજ નિજિલ સાથે ઓનલાઈન વેપાર કરતા હતા અને તેમના પત્ની ચોગઠ ગામમાં હેન્ડલૂમનો વેપાર કરતા હતા.

ભાણેજ નિજિલને નાણાની જરૂૂર પડતાં જયસુખભાઈએ ઉમરાળા તાલુકાના ચોગઠ ગામના સાર્દુળભાઈ મેર પાસેથી રૂૂપિયા 8.50 લાખ અને ભાવનગરના ભરતભાઈ સોહલા પાસેથી 7.50 લાખ 8 ટકાના વ્યાજે લીધા હતા.ભાણેજ દ્વારા વ્યાજની રકમ ન ચૂકવાતા વ્યાજખોરોએ જયસુખભાઈને વારંવાર ધમકીઓ આપવાનું શરૂૂ કર્યું હતું. આ ત્રાસથી કંટાળીને તેમણે આત્મહત્યા કરી લીધી હતી. મૃતકના પિતા ઠાકરશીભાઈ ગાંભવાએ બંને વ્યાજખોરો વિરુદ્ધ બોટાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.પોલીસે સાર્દુળભાઈ મેર અને ભરતભાઈ સોહલા સામે કલમ 108, 351-3,54 હેઠળ ગુનો નોંધી તપાસ શરૂૂ કરી છે. આરોપીઓની ધરપકડ માટે પોલીસે કાર્યવાહી શરૂૂ કરી છે.

Tags :
BotadBotad newsgujaratgujarat newssuicide
Advertisement
Advertisement