ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

હત્યાના આરોપીના સગાએ ધમકી આપતા વેપારીનો આપઘાત

04:34 PM May 01, 2025 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement

 

Advertisement

બે દિવસ પૂર્વે જિલ્લા ગાર્ડન પાસે થયેલી હત્યાનો આરોપી જે દુકાનમાં નોકરી કરતો તે વેપારીને સલીમ અને જાકીરએ ધમકી આપતા ડરી ગયેલા વેપારીએ વીડિયો બનાવી ગળેફાંસો ખાઇ લીધો

 

રાજકોટનાં જીલ્લા ગાર્ડન નજીક બે દિવસ પુર્વે ઇશાન મુસ્તુફા કાસમાણી (ઉ.વ. ર0) નામના યુવાનની હત્યા થઇ હોય જેમા અફઝલ સિકંદર જુણેજા અને તેના બે મિત્રો સાહીલ હુશેન પતાણી અને અમન મહેબુબ ચૌહાણ સામે ગુનો નોંધાયા બાદ પોલીસે આ ત્રણેય આરોપીઓની ધરપકડ કરી હતી. મૃતક ઇશાનની હત્યામા સંડોવાયેલ આરોપી સાહીલ પતાણી બાપુનગર પાસે જયા હત્યાનો બનાવ બન્યો તે વિસ્તારમા ઓટો પાર્ટસની એસેસરીજની દુકાનમા નોકરી હોય તે દુકાનનાં માલીકને સાહીલનાં સગા દ્વારા ધમકી આપવામા આવતા વેપારીએ આ ધમકીથી ડરીને પોતાના ઘરે ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો અને આપઘાત પુર્વે વીડીયો બનાવી વાયરલ કરતા આ ઘટનાને લઇને ભારે ચકચાર જાગી છે.

મળતી વિગતો મુજબ શહેરનાં કોઠારીયા ગામ નજીક પાણીના ટાકા પાસે રામ પાર્ક 3 મા રહેતા અને બાપુનગર પાસે મોમાઇ ઓટો નામની ઓટો પાર્ટસ અને એસેસરીજની દુકાન ચલાવતા કમલેશ મુકેશ સરસીયા (ઉ.વ. રપ) નામના વેપારીએ આજે પોતાનાં ઘરે ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. કમલેશની પત્ની બહાર ગઇ હોય તેણે પતિને ફોન કરતા ફોન સતત નો રીપ્લાય થયો હોય જેથી પાડોશીને જાણ કરતા દરવાજો તોડી તપાસ કરતા કમલેશભાઇ ગળે ફાંસો ખાધેલી હાલતમા મળી આવ્યા હતા જેને સારવાર માટે હોસ્પીટલે ખસેડાયા પરંતુ તબીબોએ તેને મૃત જાહેર કર્યા હતા.

મૃતક કમલેશે આપઘાત પુર્વે પોતાના મોબાઇલમા રેકોર્ડ કરેલો એક વીડીયો મળી આવ્યો હતો જેમા તેણે સલીમ અને જાકીર નામના બે શખ્સોનાં ત્રાસથી અને ધમકીથી આપઘાત કર્યાનુ જણાવ્યુ હતુ. આજીડેમ પોલીસ મથકનાં પીએસઆઇ જનકસિંહ રાણા સહીતનાં સ્ટાફે આ મામલે તપાસ કરતા જાણવા મળ્યુ કે સોમવારની રાત્રે જીલ્લા ગાર્ડન નજીક બાપુનગર પાસે ઇશાન કાસમાણી નામના યુવાનની હત્યા થઇ હોય જે હત્યામા અફઝલ જુણેજા, સાથે અમન મહેબુબ ચૌહાણ અને સાહીલ હુશેન પતાણીની પોલીસે ધરપકડ કરી હતી. હત્યા કેસમા સંડોવાયેલ સાહીલ પતાણી મૃતક કમલેશની ઓટો પાર્ટસની દુકાનમા નોકરી કરતો હોય પોલીસે આ મામલે કમલેશનુ પણ નીવેદન લીધુ હોય જેને લઇને સાહીલનાં પરીવારજનોમા સલીમ અને જાકીરે કમલેશને આ બાબતે ધમકી આપતા તેણે આ પગલુ ભર્યુ હતુ. મૃતક કમલેશ બે ભાઇમા નાનો હતો. અને એક વર્ષ પુર્વે તેના લગ્ન થયા હતા.

ઇશાનની હત્યાનો મુખ્ય આરોપીની ધરપકડ
શહેરના જિલ્લા ગાર્ડન નજીક બાપુનગર પાસે ઈસાન મુસ્તફાભાઈ કાસમાણી (ઉ.વ.20) નામના યુવાનની ગત સોમવારે રાત્રિના સમયે અમન મહેબુબભાઈ ચૌહાણ, સાહીલ હુસેનભાઈ પતાણી અને અફઝલ સીકંદરભાઈ જુણેજાએ ઝઘડો કરી છરીના ઘા ઝીંકી હત્યા નીપજાવી હતી. અમનની પત્નની અગાઉ મૃતક ઈસાન સાથે સંબંધ હોય જેથી લગ્ન પછી પણ ઈસાન અમનની પત્નીને હેરાન કરતો હોવાથી અમને તેના મિત્રો સાથે મળી હત્યા કરી નાંખી હતી. આ બનાવમાં ભક્તિનગર પોલીસે અગાઉ અફઝલ અને સાહીલની ધરપડ કરી હતી. જ્યારે મુખ્ય આરોપી અમન નાશી છૂટતા તેની શોધખોળ હાથ ધરી હતી. દરમિયાન પીઆઈ એમ.એમ. સરવૈયા, એએસઆઈ નિલેશ મકવાણા સહિતના સ્ટાફને આરોપી અમન નાશી જવાની ફીરાકમાં ગ્રીનલેન્ડ ચોકડી પાસે ઉભો હોવાની બાતમી મળતા પોલીસે દોડી જઈ આરોપીને ઝડપી પાડી તેની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Tags :
crimegujaratgujarat newsrajkotrajkot newssuicide
Advertisement
Advertisement