પારસ સોસાયટીના સોની વેપારી સાથે બુસા બંધુની રૂા.29.98 લાખની ઠગાઇ
શહેરના નિર્મલા રોડ પર આવેલ પારસ સોસાયટીમાં રહેતા સોની વેપારીએ તેમના પાંચ વર્ષ જૂના બે મિત્રોને ફ્લેટ લેવા માટે 29.98 લાખ રૂૂપિયા ઉછીના આપ્યા હતા.ત્યારબાદ દોઢ વર્ષ વીતી ગયા છતાં પણ બુસા બંધુએ પૈસા પાછા નહીં આપી અને અલગ અલગ બહાના આપી છેતરપીંડી અને વિશ્વાસઘાત કરતા એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.વધુ વિગતો મુજબ,નિર્મળા રોડ પર પારસ સોસાયટી પારસ હોલની સામે શાશ્વત એપાર્ટમેન્ટ એ-વીંગ ફ્લેટ નં.301 ચેતનભાઇ વિનોદરાય ધકાણ(ઉ.વ.55)એ કમલેશ બાબુ બુસા અને તેમના ભાઈ રવિન્દ્ર બાબુ વિરુદ્ધ 29.98 લાખની છેતરપિંડી કર્યાની ફરિયાદ ડિવિઝન પોલીસ મથકમાં નોંધવામાં આવતા પોલીસે બંનેને સકંજામાં લેવાથી શરૂૂ કરી છે.
ચેતનભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે,સોનીબજાર ગીરીરાજ ચેમ્બર જુની ગધીવાડ વી.પી.જવેલર્સ નામની દુકાન ધરાવી સોનીકામ કરું છું આ કમલેશભાઇ બાબુભાઇ બુસા તથા રવિન્દ્રભાઈ બાબુભાઇ બુસાનાઓને હુ તેમની રાજનગર ચોક ખાતે આવેલ શીવમ પાન ખાતે અવાર નવાર બેસવા જતો હોય જેથી આ બન્ને ભાઇઓને છેલ્લા પાંચેક વર્ષથી ઓળખુ છુ.આશરે પોણા ત્રણેક વર્ષ પહેલા આ કમલેશભાઈ તથા રવિન્દ્રભાઇએ મને વાત કરેલ કે તેઓ તેમના કાકાના દીકરા ઓ સાથે સંયુક્ત કુટુંબમા રહેતા હોય અને તેઓને હાલ નવો ફ્લેટ ખરીદવાનો હોય તેવી વાત કરેલ અને આ ફ્લેટ ખરીદવા માટે મને આર્થિક રીતે મદદ કરવાની વાત કરતા હુ આ બન્ને ભાઇઓને છેલ્લા પાંચેક વર્ષથી ઓળખતો હોય અને અમારા વચ્ચે નાણાકીય લેવડ-દેવડનો વ્યવહાર પણ સારી રીતે ચાલતો હોય જેથી મે તેઓ મને પૈસા પરત આપી દેશે તેઓ વિશ્વા સ રાખી રૂૂપીયાની મદદ કરવાની હા પાડેલ તો આ કમલેશભાઈ તથા રવિન્દ્રભાઇએ મારી પાસે રૂૂ.30 લાખની મદદ કરવાની વાત કરેલ જેથી મે હા પાડી હતી.
આ કમલેશભાઇએ મને કહેલ કે હાલ મારા ખાતામા થોડો પ્રોબ્લેમ ચાલે છે તો તમે મારા નાના ભાઇ રવિન્દ્રના ખાતામા રૂૂ.30 લાખ ટ્રાન્સફર કરી આપજો જે અંગે મે રવિન્દ્ર સાથે વાત કરતા તેણે કહેલ કે હુ તમને મારી બેંકનો બેન્ક એકાઉન્ટ નંબર આપુ છુ તેમા તમે રૂૂ.30 લાખ ટ્રાન્સફર કરી આપજો તેમ કહેતા મે તા.26/09/2022 ના રોજ મે મારી વી.પી. જવેલર્સ પેઢીનુ એકાઉન્ટ ભુપેન્દ્ર રોડ એક્સિસ બેંક મા હોય તે પેઢીના એકાઉન્ટમાંથી રૂૂ.29,98,000/- આ રવિન્દ્રભાઇ બુસાના એસ.બી.આઇ. બેં કના બેંક એકાઉન્ટમા આર.ટી.જી.એસ થી ટ્રાન્સફર કરી આપ્યા હતા.
આ રૂૂપીયા આપ્યાના દોઢેક વર્ષ બાદ રૂૂપીયા પરત માંગતા આ બન્ને ભાઇઓ અવનવા બહાના બતાવતા હોય અને નવી મુદ્દતો આપતા હોય જેથી મે મારા લીગલ એડવોકેટ દ્વારા આ બન્ને ભાઇઓને લીગલ નોટીસ મોકલાવેલ પરંતુ આ બન્ને ભાઇઓએ આ નોટીસનો કોઇ જવાબ આપેલ નહી ત્યારબાદ બંને સામે વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવી હતી.આ મામલે એ ડિવિઝન પોલીસના પીએસઆઇ એમ.આર.મકવાણા અને સ્ટાફે તપાસ શરૂૂ કરી છે.