તળાજામાંથી ગેરકાયદેસર બાયો ડીઝલ ભરેલ બસ પકડાઈ
ભાવનગર જિલ્લાના તળાજા મહુવા પંથકમાં ગેરકાયદેસર રીતે બાયોડિઝલ નું મોટાપાયે વેચાણ થાય છે.આ ગેરકાયદેસર ધંધો કરવા માટે વાહનોમાં ખાસ પ્રકારના ટાંકા બનાવવામાં આવ્યા છે.જે વાહન ધારક ને બાયોડિઝલ ની જરૂૂર હોય તે વાહન સ્થળે આવીને પુરી આપવામાં આવે છે. આ પ્રકાર ની માહિતી તળાજા વિભાગીય પોલીસ વડા ને મળતા આજે વહેલી સવારે 4 વાગે રેડ કરી હતી.સ્થાનિક પોલીસ સૂતી હતી એ સમયે ઈંઙજ અધિકારી નો ફોન રણકતા પોલીસ દોડતી થઈ હતી.પોલીસે લાખો રૂૂપિયાના વાહનો સાથે ચાર ઈસમો ની અટકાયત કરવામાં આવી છે.
તળાજામા લકઝરી ટ્રક સહિતના વાહનો ધારકોમા ચકચાર મચાવતા બનાવની મળતી વિગતોમા તળાજા વિભાગીય પોલીસ વડા આઈ.પી.એસ અધિકારી અંશુલ જૈન એ આજે ચોક્કસ બાતમી ના આધારે તળાજા ની મહુવા ચોકડી પર ખાનગી લકઝરી બસમા બાયોડિઝલ પુરવામાં આવતું હોય રંગે હાથે ઝડપી લેવામાં આવેલ.તળાજા પોલીસ ની આંખ નીચે ચાલતા આ ગેરકાયદેસર ધંધા ને લઈ ખુદ આઈ.પી.એસ અધિકારી એ રેડ કરી વહેલી સવારે 4 વાગે તળાજા પો.ઇ એ.બી.ગોહિલ ને ફોન રણકાવતા પોલીસ દોડતી થઈ હતી.
બનાવના પગેલે તળાજા પોલીસે બાયોડિઝલ બે હજાર લીટર કી. રૂૂ.1,60,000/- વાહન નં.જીજે 14 એક્સ-8203 કી. રૂૂ.3,00,000/-ખાનગી ટ્રાવેલ્સ ની લકઝરી બસ નં.જીજે 05-સી.ડબ્લ્યુ-9922 ની કિં.રૂૂ.12,00000/- ગણી તમામ વસ્તુ કબ્જે લીધી હતી.
લકઝરી બસના ચાલક,ક્લીનર,બાયોડિઝલ ભરનાર સહિત ચાર વ્યક્તિ કેતન પ્રવીણભાઈ ભીલ રે.સાંખડાસર-1,અમીરખાન અનવરખાન પઠાણ રે.તળાજા,આદમ અલીભાઈ કાળવાતર રે.હેન્ડલ નગર મહુવા,દિલાવર આમનભાઈ ગાહા રે.ડુંગર વાળા ની અટકાયત કરી હતી.
ક્યાંથી જથ્થો આવ્યો તે બાબતે તપાસ થશે:PI
તળાજા પો.ઇ એ જણાવ્યું હતુ કે ગેરકાયદેસર રીતે જ્વલનશીલ પદાર્થ નો જથ્થો રાખનાર ક્યાંથી બાયો ડીઝલ લાવી રહ્યા છે તે અંગે તપાસ થશે.જાણકાર સૂત્રોએ જણાવ્યું હતુ કે તળાજા પંથકમાં અનેક ઈસમો આ ગેરકાયદેસર ધંધો કરેછે.લીટર દીઠ 70 રૂૂ.આસપાસ રકમ લે છે.
પુષ્પા ફેઈમ ખાસ વાહન બનાવવામાં આવ્યા!
પહેલા એકજ સ્થળે બાયોડિઝલ વેચવામાં આવતું હતું. આથી તંત્ર ને સ્થળની ખબર પડીગઈ હતી.જેને લઈ વાહનમાં ખાસ પ્રકાર નો ટાંકો બનાવવામા આવ્યો.જેને જરૂૂર હોય ત્યાં જઈ ને બાયોડિઝલ ભરી આપવામાં આવેતું.કોઈ પાસે એક તો કોઈ પાસે બે ત્રણ ટાંકા સાથેના વાહનો છે. ગેરકાયદેસર બાયોડિઝલ નું વેચાણ સરકાર ને કરોડો રૂૂપિયા ની નુકસાન કરાવે છે.