આદિપુરમાં 18.14 લાખની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, પાડોશી મહિલા ઝબ્બે
આદિપુરમાં બંધ મકાનમાંથી રૂૂા.18.14 લાખની ચોરીનો બનાવ બન્યો હતો. પૂર્વકચ્છ એલ. સી. બી. પોલીસે આ ગુન્હાનો ભેદ ઉકેલી એક મહિલાની ધરપકડ કરી હતી. અંતરજાળમાં સુદામા પુરી મકાન નં.14માં ગત તા.12/5 ના સાંજના સમય ચોરીનો બનાવ બન્યો હતો.
ગંગેશ્વર કરૂૂણાશંકર પંડયાએ અજાણ્યા આરોપી વિરુધ્ધ્ધ ગુન્હો નોંધાવ્યો હતો. ત્યારબાદ પોલીસે જુદી-જુદી ટીમો બનાવીને સી.સી.ટી.વી પુથ્થકરણ તથા ટેકનિકલ સર્વલન્સ અને હ્મુમન રીસોર્ટના ના આધારે તપાસ આરંભી હતી. દરમ્યાન ફરીયાદીના મકાનની બાજુમાં રહેતા જલ્પાબેન યોગેશભાઈ પટેલે (મકાન નં.10, સુદામાપુરી, અંતરજાળ) આ ગુન્હાને અંજામ આપ્યો હોવાનો ઘટસ્ફોટ થયો હતો. પોલીસે આ મહિલા આરોપીની ધરપકડ કરી હતી તેની પાસેથી રોકડા રૂૂા.18.14 લાખ તથા પાંચ હજારની કિમંતનો મોબાઈલ ફોન સહિત કુલ રૂૂા.18.19 લાખનો મુદામાલ હસ્તગત લીધો હતો.આ ગુન્હામાં સામેલ ફરીયાદીની ઘરમાં અવરજવર કરતા હતા. આ ઘરમાં પૈસા આવવાના હોવાની બાતમીના આધારે ઘરમાં ખાતર પાડયુ હોવાનુ પોલીસે ઉમેર્યું હતું. આ કામગીરીમાં એલ.સી. બી. પી.આઈ.એન.એન. ચુડાસમા, પી.એસ.આઈ ડી.જી.પટેલ સહિતનો સ્ટાફગણ જોડાયો હતો.