ઘંટેશ્ર્વર પાસે પાર્ટી પ્લોટ ભાડે લેવા આવેલા બંટી-બબલીએ વૃધ્ધને મુંગો દઇ 4 લાખનો ચેઇન લૂંટી લીધો
કાર લઇ આવેલા બંટી-બબલીને સકંજામાં લેવા કવાયત
ઘંટેશ્વરમાં રહેતા લાભુભાઈ નરસંગભાઈ હુંબલ(ઉ.વ.71)ને જામનગર રોડ પર રીયલ પર્લ ફાર્મ નામનો પાર્ટી પ્લોટ ભાડે લેવા બાબતે અજાણ્યા પુરુષ અને સ્ત્રીએ પાર્ટી પ્લોટ ખાતે બોલાવી બાદમાં આ અજાણ્યા શખ્સે છરી કાઢી ફરિયાદી લાભુભાઈના મોઢે મૂંગો દઈ અને યુવતીએ ચાર લાખનો સોનાનો ચેઇન લૂંટી લઈ ફરાર થઇ ગયાની ફરિયાદ ગાંધીગ્રામ પોલીસમાં નોંધાઈ છે.
લાભૂભાઈએ જણાવ્યું હતું કે,રાજકોટ - જામનગર હાઈવે, ગુજરાત ગેસ પંપની પાસે રીયલ પર્લ ફાર્મ નામનો પાર્ટી પ્લોટ આવેલ છે.આ પાર્ટી પ્લોટ મે ખોડાભાઈ લાલજીભાઈ પકટેલને ભાડે આપેલ છે.
તા.01/10ના રોજ સવારના પોણા અગિયારેક વાગ્યાની આસપાસ હુ ઘરે હતો ત્યારે એક અજાણ્યા વ્યક્તિનો ફોન મારા મોબાઇલમાં આવેલ અને મને વાત કરેલ કે રીયલ પર્લ ફાર્મ ભાડે લગ્ન માટે જોઈએ છે તેવી વાત કરેલ.બાદ આ પાર્ટી પ્લોટ ખાતે હતો ત્યારે અજાણ્યો વ્યકતિ એક સફેદ કલરની કાર લઈને આવેલા જેમા અજાણ્યા પુરુષ અને તેની સાથેની અજાણી સ્ત્રી હતી.જે બંને રીયલ પર્લ ફાર્મ ખાતે આવેલ હતા.
બાદ મારી સાથે પ્લોટ ભાડે રાખવાની વાત કરેલ અને મે તેને અમારા રીયલ પર્લ ફાર્મમાં આવેલ રૂૂમો જોવા ગયેલા અને આ દરમ્યાન પગી ભરતભાઈ ગોવિંદભાઈ વાધેલા એ રૂૂમના લોક ખોલી આપેલા બાદ પગી ભરતભાઈ તેના કામ ઉપર જતો રહેલો બાદ મે પાર્ટી પ્લોટ દેખાડેલ બાદ અમે ઓફીસમાં ગયા ત્યારે ઓફીસમા બેસી એકબીજા સાથે વાત-ચીત કરતા હતા.
તે દરમ્યાન આ અજાણ્યો પુરુષ વ્યકતિ અચાનક ઉભો થઈ છરી કાઢી છરી બતાવી મોઢા આડો હાથ રાખી મુંગો દઈ રાખ્યો હતો.આ દરમ્યાન યુવતીએ મારા ગળામા પહેરેલ સોનાના પારાવાળી માળા અંદાજીત રૂૂપિયા 4,00,000/-ની ગણી શકાય તેની મારા ગળા માંથી બળજબરી પુર્વક ખેંચી લુંટ કરી અમારી ઓફીસ માંથી બન્ને ભાગી ગયા હતા.આ ઘટના મામલે ગાંધીગ્રામ પોલીસના પીએસઆઇ એમ.વી.જાડેજા અને સ્ટાફે બંટી બબલીને પકડી લેવા તજવીજ શરૂૂ કરી છે.