ગાંધી સોસાયટીમાં વેપારીના મકાનમાં ચોરી કરનાર બંટી-બબલી પકડાયા
વિદેશી કરન્સી અને દાગીના સહિત 17.55 લાખનો મુદ્દામાલ કબજે: ઝડપાયેલા આરોપી વિરુદ્ધ 28 ધરફોડ ચોરીના ગુના
ત્રણ ચોરીના ભેદ ઉકેલાયા: રિમાન્ડ માટે આજે કોર્ટ હવાલે કરાશે: આરોપી ત્રણ વર્ષ મહારાષ્ટ્રની જેલમાં બંધ હતો
રાજકોટના જામનગર રોડ પર આવેલી ગાંધી સોસાયટી (વ્હોરા સોસાયટી)માં રહેતાં અને લાકડાનો વેપાર કરતાં ખોજેમાભાઈ ફિદાહુશેનભાઈ ભારમલ (ઉ.વ.પ8) વિયેતનામ ફરવા ગયા બાદ પાછળથી તેના બંધ મકાનમાં ત્રાટકેલા તસ્કરો 13.4ર લાખની મત્તાની ચોરી કરી ગયા હતા.ગાંધીગ્રામ પોલીસ સાથે ક્રાઈમ બ્રાંચ અને એલસીબી ઝોન-રના સ્ટાફે તપાસ શરૂૂ કરી હતી.તેવામાં સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયેલા તસ્કરની ઓળખ મેળવી એલસીબી ઝોન-2ની ટીમે એક બંટી બબલીને માધાપર ચોકડી પાસેથી પકડી પાડ્યા હતા અને તેમની પાસેથી વિદેશી કરન્સી અને દાગીના સહિત રૂૂ.17.55 લાખનો મુદામાલ જપ્ત કર્યો છે.રાજકોટ શહેર વિસ્તારમાં ઘરફોડ ચોરી તથા મો.સા. ચોરીના વધુ બનાવો બનતા હોય જેથી ચોરીનો ભેદ ઉકેલવા તથા આમ નાગરીક ના જાનમાલ ને પોલીસ સુરક્ષા મળી રહે તે હેતુસર મહે.પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા, અધિક પોલીસ કમિશ્નર મહેન્દ્ર બગડીયા,નાયબ પોલીસ કમિશ્નર ઝોન-2 જગદીશ બાંગરવાએ ચોરીનો ગુન્હાનો ભેદ ઉકેલી મુદામાલ કબ્જે કરવા તેમજ અન્ય મિલ્કત સંબંધી ગુન્હાઓ ડીટેકટ કરવા સુચના આપી હોય જેથી એલસીબીના પીએસઆઈ આર.એચ.ઝાલા અને ટીમે આઇ.વે. પ્રોજેક્ટ ના કેમેરા નો ઉપયોગ કરી તેમજ બનાવ સ્થળ વિસ્તારના સી.સી.ટી.વી. ફુટેઝ તથા ખાનગી બાતમીદારો તથા ટેકનિકલ સોર્સના માધ્યમથી આરોપી શોધી કાઢવા માટે પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા.
ટીમને ખાનગીરાહે મળેલ હકિકત કે, માધાપર ચોકડીથી મોરબી બાયપાસ તરફ જતા પુલ પાસેથી અજીત શિવરાય ધનગર (ઉ.વ.34 રહે. હલકરણી બીરાપ્પા મંદિર બસ સ્ટેશ પાસે તા.ગડહિગ્લજ જી.કોલ્હાપુર રાજય મહારાષ્ટ્ર) અને તેમની ગર્લફ્રેન્ડ નિગંમ્મા ટીપ્પન્ના એમેટી (ઉ.વ.30 રહે. દસનાપુરા હોબલી બેંગલોર નોર્થ અલુર પો.સ્ટે. હેગડાદેવનાપુર બેગ્લુરૂૂ કર્ણાટક)ને પકડી પાડ્યા હતા.
કપલની પૂછપરછમાં ગઇ તા.30/12/2024 ના રોજ મોડી રાત્રીના આરોપીઓએ સાથે મળી જામનગર રોડ પરાસર પાર્ક માં આવેલ મંદિર ની દાનપેટીમાંથી રોકડા રૂૂપીયાની ચોરી કરી હતી અને તે જ દિવસે મોડી રાત્રીના જામનગર રોડ સત્યમ શેરી નં.1 ખાતે આવેલ બંધ મકાનમાં વંડી ટપી દરવાજાનુ તાળુ લોખંડના સળીયા તથા ડીસમીસથી તોડી આરોપીઓ સાથે મળી રોકડા 5,000/- ચોરી કર્યાની કબુલાત આપી છે.આરોપી અજિત કર્ણાટક અને મહારાષ્ટ્રમાં ઘરફોડ ચોરીના 28 ગુનામાં સંડોવાઈ ચુક્યો છે.આરોપી ત્રણ વર્ષ મહારાષ્ટ્રની જેલમાં પણ ચોરીના ગુનામાં રહી ચુક્યો છે આમ છતાં સુધારતો જ નથી.
ગેસ્ટહાઉસમાં રોકાતો શખ્સ દિવસે રેકી કરી રાત્રે બંધ મકાનમાં ચોરી કરતો અને મહિલા હાઇવે પર ધ્યાન રાખતી!
આરોપી અજીત શિવરાય ધનગર તથા તેની સાથેની ગર્લફ્રેન્ડ નિગંમ્મા ટીપ્પન્ના એમેટી નાઓ અલગ અલગ જગ્યાએ જઇ ગેસ્ટ હાઉસમાં રોકાઇ દિવસ દરમ્યાન બંધ મકાનની રેકી કરી મોડી રાત્રીના બંધ મકાન મળતા મકાનમાં આરોપી અજીત ધનગર ચોરી કરવા જઇ તેમજ તેની સાથે રહેલા મહિલા હાઇવે રોડ પર ધ્યાન રાખી આરોપી અજીત લોખંડના સળીયાથી,ડીસમીસથી બંધ મકાનના દરવાજાનુ તાળુ તોડી નાખી મકાનમાં જઇને કબાટ માંથી સોના-ચાંદીના દાગીના તથા રોકડાની ચોરી કરતા હતા.
ગુજરાત,મહારાષ્ટ્ર અને બેંગ્લોરમાં પણ આ કપલે ચોરી કરી હોવાનું તપાસમાં ખુલ્યું
પોલીસ સૂત્રોમાંથી જાણવા મળ્યું હતું કે,આ બંટી બબલી દ્વારા ગુજરાત,મહારાષ્ટ્ર અને બેંગ્લોરમાં પણ અનેક જગ્યા પર ચોરી કરી હોવાનું હાલ પૂછપરછમાં જાણવા મળે છે જેથી આ બેલડીની તમામ રાજ્યની પોલિસ તપાસ કરી રહી હતી ત્યારે રાજકોટ એલસીબી ઝોન-2ની ટીમને કપલને પકડવામાં સફળતા મળી હતી.