જૂનાગઢમાં 2.43 કરોડની ઠગાઇ કરનાર બિલ્ડર પકડાયો
જૂનાગઢના 20 થી વધુ લોકોના 2.43 કરોડ લઈને ફરાર પૂજન ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો બિલ્ડર મનીષ મોહનલાલ કારીયા અને સંજય ઉર્ફે સંજુ મકનભાઈ ભંડારીને ક્રાઈમ બ્રાન્ચની ટીમે બુધવારે રાજસ્થાનના કોટા ખાતેથી ઝડપી લીધા હતા.
શહેરના ચોબારી રોડ પર મુકેલા પ્રોજેક્ટમાં પ્લોટ-મકાન આપવાનું કહી 20 ગ્રાહકોને છેતરી 2.43 કરોડ લઈને ફરાર થઈ ગયેલા બંને આરોપીને પકડવા માટે એલસીબીએ ખાનગી બાતમીદારો મારફતે તપાસ શરૂૂ કરી હતી. દરમિયાન ખાનગી બાતમીદારોએ આરોપી રાજસ્થાનના કોટા શહેરમાં હોવાની બાતમી આપી હતી. જેના પગલે ભવનાથ પોલીસ મથકના પીઆઇ પરમારની આગેવાનીમાં ક્રાઈમ બ્રાન્ચના નિકુલ પટેલ, દિપક ચૌહાણ અને ડ્રાઇવર વરજાંગભાઈ બોરીચા સહિતની ટીમ સોમવારની રાત્રે સરકારી વાહનમાં રવાના થઈ હતી અને કોટા ખાતે પહોંચી ઓળખ છતી ન થાય તે માટે વેશ પલટો કરી ટુ વ્હીલર ભાડે રાખી અલગ અલગ જગ્યાએ તપાસ શરૂૂ કરી હતી. મંગળવારે રાત્રિના આરોપીઓની શોધખોળ દરમિયાન કોટાથી અજમેર શંકાસ્પદ કાર જઈ રહી હોવાનું ધ્યાન પર આવતા ટુ વ્હીલર પર કારનો પીછો કર્યો હતો અને કોટાથી 50 કિલોમીટર દૂર હાઇવે પર એક હોટલ નજીક કાર રોકાતા કારને ઘેરી લીધી હતી. જો કે, કારના અંદરના ભાગે કાચ પર જાળી લગાવેલી હતી. આથી કારમાં સવાર 2 શખ્સને ઉતારી પૂછપરછ કરતા કારમાંથી મનીષ કારીયા અને સંજય ભંડારી મળી આવતા બંનેની કાર સાથે ધરપકડ કરી લીધી હતી એમ કોન્સ્ટેબલ દિવ્યેશ ડાભીએ જણાવ્યુ હતુ.
મનીષ કારીયા અને સંજય ભંડારીને ઝડપી લેવા છેલ્લા 38 દિવસથી બી ડિવિઝન, એલસીબી, એસઓજીની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. આરોપીઓને મોબાઈલ ટ્રેસ કરવા સહિતની કાર્યવાહી પણ કરવામાં આવી હતી.
ભાગેડુ બિલ્ડર મનીષ મોહનલાલ કારીયા વર્ષ 2022માં પત્નીથી છુટાછેડા લઈ એકલો રહેતો હતો. સંતાનમાં 14 વર્ષનો દીકરો પણ છે. પરંતુ પુત્ર મનીષની પૂર્વ પત્ની સાથે રહેતો હોવાનું જાણવા મળેલ છે.
ફરિયાદ અનુસાર ગત તા. 7 ડિસેમ્બરના રોજ સંજય ભંડારી રમાબેન મહેતાના ઘરે ગયો હતો અને કહેલ કે તમોએ અમોને રૂૂપિયા 35 લાખ જમા કરાવેલ છે તેના વ્યાજ સહિતનો આ રૂૂપિયા 37.80 લાખનો ચેક છે તેમ કહી ચેક આપ્યો હતો. પરંતુ વૃદ્ધાએ અમે તમને વ્યાજે પૈસા નથી આપ્યા અમારે વ્યાજે નથી જોઈતું અમોને સમયસર મકાન બનાવી આપજો તેમ કહેતા સંજય ભંડારીએ પતમારા અત્યાર સુધી અમારી પાસે પૈસા રહેલ તેમાં અમોને જે ફાયદો થયેલ તે અમારે આપવા જોઈએથ તેમ કહી પઆજે તમો તમારા ખાતામાં જમા કરાવજો અને તમે ફરીવાર અમોને રૂૂપિયા 35 લાખ આપજો તે પૈસા ડીજી બ્લોક નામની અમારી સ્કીમ છે તેમાં જમા લઈશું તેનું તમોને દર મહિને રૂૂપિયા 1 લાખ ઉપર વ્યાજ મળશે અને તમારા મકાન સોદા પેટે ના રૂૂપિયા 48 લાખ અમોને આપો આપવાના છે તે પૈસા સ્કીમના વ્યાજમાંથી આવશે તેમાંથી જમા થતા જશે અને તમારા બંને બ્લોક ડીજી બ્લોકમાં રાખી દઈશ તો તમારે કોઈ લોન નહીં કરવી પડે અને તમોએ રૂૂપિયા 35 લાખ આપેલ તેનું બીજ બ્લોકમાંથી વ્યાજ આવશે ધોરણ 10 વર્ષમાં તમારા બંધ મકાનના પૈસા ચૂકવાઇ જશે. એટલે તમારા મકાન મફતમાં થઈ જશે એવું પણ પ્રલોભન આપ્યું હતું.જૂનાગઢના કૌંભાંડી બિલ્ડર મનિષ મોહન કારીયા સંખ્યાબંધ લોકોના પરસેવાની કમાણી ઓળવીને સાથીદાર સાથે નાસી છુટ્યો હતો એ પછી પોલીસે માત્ર એક જ ફરિયાદ લઇને બાકીના લોકોને તેની સાથે જોડી દીધા એ બાબત પોલીસની કાર્યશૈલીને પણ શંકાના પરિઘમાં મુકી દે છે. એટલુ જ નહીં, કાયદાના નિષ્ણાંતો માને છે કે, છેતરપીંડીનો ભોગ બનનારા લોકો એકથી વધુ હોય તો મની લોન્ડરીંગ એક્ટ લાગે. મનીષ કારીયાના કિસ્સામાં પોલીસે મની લોન્ડરીંગ એક્ટ શા માટે લગાવ્યો નથી એવો પણ સવાલ છે.
મનીષ મોહનલાલ કારીયાએ આગોતરા જામીન અરજી કરી હતી. જેમાં દલીલ તરીકે ફરિયાદીએ પોતાની પાસેથી વધુ વ્યાજ મેળવવાની લાલચે ખોટી ફરિયાદ કરી છે. આની સામે જિલ્લા સરકારી વકીલ નિરવ કે. પુરોહિતે એવી દલીલ કરી હતી કે, જો તેને જામીન મુક્ત કરાય તો કાયદાનો ડર રહેશે નહીં. આથી કોર્ટે આગોતરા જામીન ફગાવી દીધા હતા.