બહેનને ચૂકવણી માટે આપેલો ચેક પરત ફરતા ભાઇને એક વર્ષની જેલ
આર્થિક મદદ માટે બહેને રોકડ અને દાગીના આપ્યા’તા
શહેરના યુનિવર્સિટી રોડ નજીક જલારામ-1માં રહેતા નીતિનભાઈ મુલજીભાઈ કોરિયા નામના સોની વેપારીને પોતાના ધંધામાં ખોટ જતા અને વ્યાજના ચક્કરમાં ફસાઈ જતા સોમનાથ સોસાયટીમાં રહેતા બહેન જમનાબેન શાંતિલાલ ગેડીયાએ પોતાના ભાઈને વર્ષ 2015માં રૂૂપિયા બે લાખનો બેંક મારફતે અને 28 ગ્રામ સોનાની પીન તેમજ સોનાનું બિસ્કીટ મળી રૂૂ.12 લાખ રૂૂપિયાની આર્થિક મદદ કરી હતી. જે રકમ ચૂકવવા માટે બે ચેક આપ્યા હતા.
જેમાંથી સવા લાખ રૂૂપિયાનો ચેક બેંકમાં રજૂ કરતા જે વગર વસૂલાતે પરત ફરતા કાયદાકીય જોગવાઈ મુજબ નોટિસ પાઠવવા છતાં સમય મર્યાદામાં રકમ ન ચૂકવતા અંતે અદાલત ફરિયાદ દાખલ કરી હતી. જે કેસની સુનાવણી ચાલવા પર આવતા જેમાં બંને પક્ષોની રજૂઆત બાદ ફરિયાદીના એડવોકેટ દ્વારા કરવામાં આવેલી લેખિત મૌખિક દલીલ તેમજ દસ્તાવેજી પુરાવા અને હાઇકોર્ટ તેમજ સુપ્રીમ કોર્ટના ટાંકેલા ચુકાદાઓને ધ્યાને લઈ અદાલતે આરોપી નિતીનભાઈ કોરિયાને ચેક રિટર્ન કેસમાં દોષિત ફેરવી એક વર્ષની સજા અને કેસ ચાલતા દરમ્યાન રૂૂ.10, હજાર આરોપીએ ફરિયાદીને ચૂકવેલા તેમજ રૂૂ.1.15 લાખ વળતર પેટે સમય મર્યાદામાં ન ચૂક્વે તો વધુ છ માસની સજાનો હુકમ કર્યો છે.
આ કેસમાં ફરિયાદી વતી એડવોકેટ તરીકે યુવા ધારાશાસ્ત્રી ગીરીરાજસિંહ જાડેજા, મહીરાજસિંહ જાડેજા, મુકેશભાઈ પંડ્યા, નરેન્દ્રસિંહ જાડેજા અને અજય ચાંપાનેરી રોકાયા હતા.