ભાવનગરમાં વલ્લભીપુર પંથકમાં પિતરાઇ બહેન સાથે ભાઇનું દુષ્કર્મ
ભાવનગરના વલ્લભીપુર પંથકમાં રહેતા એક શખ્સે તેની જ પિતરાઇ બહેન સાથે શારિરીક સંબંધ બાંધી, દુષ્કર્મ આચર્યું હતું અને બાદમાં યુવતીને છથી સાત માસનો ગર્ભ હોવાનું જણાતા યુવતીના ભાઇએ તેના જ પિતરાઇ ભાઇ વિરૂૂદ્ધ વલ્લભીપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની શોધખોળ હાથ ધરી છે.
પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગર જિલ્લાના વલ્લભીપુર પંથકમાં રહેતા એક શખ્સે તેની જ પિતરાઇ બહેન સાથે પ્રેમ સંબંધ રાખ્યો હતો અને બાદમાં અવાર નવાર મળવા બોલાવી હતી અને તે વેળાએ પિતરાઇ ભાઇએ તેની બહેનની મરજી વિરૂૂદ્ધ અવાર નવાર શારિરીક સંબંધ બાંધી, દુષ્કર્મ આચરતો હતો અને કોઇને કહીશ તો મારી નાંખવાની ધમકી આપી અવાર નવાર દુષ્કર્મ આચરતો હતો જે દરમિયાન યુવતીને પેટમાં દુખાવો ઉપડતાં યુવતીને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી જેમાં યુવતીને છથી સાત માસનો ગર્ભ હોવાનું જણાતા, યુવતીએ તમામ હકીકત પરિવારના સભ્યોને કહેતા પરિવારના પગની નીચેથી જમીન સરકી જવા પામી હતી અને દુષ્કર્મ કરનાર બીજું કોઇ જ નહીં પણ તેનો જ પિતરાઇ ભાઇ નિકળતા ભારે ચકચાર મચી જવા પામી છે. યુવતીના ભાઇએ તેના જ પિતરાઇ ભાઇ વિરૂૂદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવાતા પોલીસે આરોપીની શોધખોળ હાથ ધરી આગળની તપાસ શરૂૂ કરી છે.