For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

"ભાઇ બાપુજીની જમીનમાં ભાગ આપતા નથી” ધારાસભ્ય ટીલાળાની બહેનના આક્ષેપો

03:44 PM Jan 06, 2025 IST | Bhumika
 ભાઇ બાપુજીની જમીનમાં ભાગ આપતા નથી” ધારાસભ્ય ટીલાળાની બહેનના આક્ષેપો

રાજકોટના ધારાસભ્ય રમેશ ટીલાળા અને તેના ભાઈ મગન ટીલાળા વિવાદમાં આવ્યા છે. પારિવારિક જમીન વિવાદમાં BJP ધારાસભ્ય રમેશભાઈ ટીલાળાના બહેનને પોલીસે ફાર્મ હાઉસમાંથી ઉઠાવ્યા હોવાની વાત સામે આવી છે. ગઈકાલે સવારે 10 વાગ્યે શાપર પોલીસ સ્ટેશનના કર્મીઓએ દયાબેન ઉંધાડને તેમના ફાર્મ હાઉસથી ઉઠાવ્યા બાદ રાત્રે 9.30 વાગ્યે પોલીસ સ્ટેશન માંથી છોડ્યા હતા. જિલ્લાના શાપરમાં આવેલ 150 વીઘા જગ્યા કે જેની કિંમત આશરે 200 કરોડની રૂૂપિયા થાય છે તે સમગ્ર જમીનનો વિવાદ ગરમાયો છે.

Advertisement

હાલ આ જગ્યા મામલે સિવિલ કોર્ટમાં દાવો ચાલી રહ્યો છે છતાં પણ પોલીસે આ વિવાદમાં કોના કહેવાથી દરમ્યાનગીરી કરી તે સળગતો મુદ્દો છે. ધારાસભ્ય રમેશ ટીલાળાના સગા બહેન દયાબેન ઉંધાડે મીડિયા સમક્ષ આવીને આક્ષેપો કર્યા છે. ધારાસભ્ય રમેશ ટીલાળાના બહેને કહ્યું કે, મને પોલીસે શા માટે ઉઠાવી? સવારથી સાંજ કેમ બેસાડી રાખી? મારો ગુન્હો શું? મુકેશભાઈ નામના પોલીસકર્મીએ અને પીઆઇ રાણા એ કહ્યું તમારી જમીનની બાબતમાં તમારા ભાઈ રમેશ ટીલાળા સાથે હું સમાધાન કરાવી દઉં. સવારે 10 વાગ્યાથી રાત સુધી મને પોલીસે બેસાડી રાખી બાદમાં અચાનક ઘરે જતું રહેવાનું કહ્યું હતું. મીડિયાએ પોલીસનો સંપર્ક કરતા પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે બેહેને ફાર્મ હાઉસમાં તોડફોડ કરતા અમે ત્યાં ગયા હતા, પરંતુ ફરિયાદી મગન ટીલાળાએ ફરિયાદ ન નોંધાવતા અમે બહેનને જવા દીધા છે. રમેશ ટીલાળાના બહેન દયાબેન ઊંધાડે આરોપ લગાવ્યા કે, બાપુજીની જમીનમાં ભાગ નથી આપતા, 25 વર્ષ પહેલા બાપુજી વાડીએ ગુજરી ગયા હતા. 150 વીઘા જમીનમાં 9 ભાઈ બહેનનો ભાગ છે. 6 બહેન અને ત્રણ ભાઈનો ભાગ છે.

અમારી પાસેથી સહીઓ કરાવી લેવામાં આવી છે. આ મામલે કોર્ટ કેસ ચાલુ છે વિવાદ મામલે ભાણેજ ચેતનનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, હું બહાર હતો અને મારા માતાને શાપર પોલીસ લઈ ગઈ. મેં ફોન કર્યો હતો તો કહે અમે કોઈને લઈ ગયા નથી. મે કહેલું કે સીસીટીવી છે અને તે તપાસ કરો તમે ઉઠાવી જ ગયા છો. પોલીસ અમારી અરજી સ્વીકાર કરતા નથી. પોલીસ તેના મમ્મીને ઉઠાવી ગઈ હોવાની વાત રમેશ ટીલાળાને તેના ભાણેજ ચેતન ઉંધાડે કરી હતી. તો બંન્ને વચ્ચે થયેલ વાતચીતનું રેકોર્ડિંગ પણ સામે આવ્યું છે. ધારાસભ્ય રમેશ ટીલાળાએ તેના ભાણેજને કહ્યું કે, મને મેટરની કાંઈજ ખબર નથી પરંતુ હવે આ બધું પતાવો તો સારું. છેલ્લા 25 વર્ષથી મેં મારી રીતે ઘણા પ્રયત્નો કર્યા પરંતુ બહેન માનતા નથી.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement