નાણાવટી ચોક પાસે ક્વાર્ટરમાં બાળકો મામલે ત્યક્તાને ભાઇ-ભાભીએ માર માર્યો
ગુજરાત મિરર, રાજકોટ તા. 4
નાણાંવટી ચોક પાસે ક્વાર્ટરમાં રહેતી ત્યકતા કાજલબેન અતુલભાઇ મકવાણા(ઉ.વ.26)ને બાળકો સાથે રમાડવા મામલે ભાઈ જય અતુલભાઈ મકવાણા અને તેમના ભાભી જ્યોતિબેને ઝઘડો કરી મારમારતા તેમણે ફીનાઇલ પી પીધું હતું બાદમાં તેમણે યુનિવર્સિટી પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી.
કાજલબેને ફરિયાદમાં જણાવ્યું હતું કે,મારા પતિ સાથે મારે બે વર્ષ પહેલા છુટાછેડા થઇ ગયેલ છે.મારે સંતાનમાં ત્રણ વર્ષનો પુત્ર દેવાંશ છે.
મારા સગાભાઈ જયભાઈ તથા ભાભી જયોતીબેન અમારાથી નીચેના ક્વાટેર મા અલગથી રહે છે.હુ મારા ઘરે હતી ત્યારે દીકરો દેવાંશ ક્વાટેર નીચે પાર્કીંગમા રમતો હતો ત્યારે મારા ભાભી જયોતીબેન તેના દીકરા વશં વાળા ને ત્યાં લઇને ઉભેલા હોય અને સામેના ક્વાટેર વાળા અયાન મકરાણીને કહેલ કે મારા દીકરાને રમડવા લઇ જા ત્યારે અયાન વશંને રમાડવા લઇ જતો હતો તે વખતે મારો દીકરો દેવાંશ રડતા રડતા અયાન પાછળ જતા મે અયાન ને કહેલ કે દેવાંશ ને પણ રમવા લઇજા બાદમા હુ મારા દીકરા દેવાંશને લઇને મારા ઘરે આવતી રહેલ હતી બાદમા દશેક મીનીટમા ભાઇ જય મકવાણા મારા ઘરે આવેલો તથા સાથેભાભી જયોતીબેન પણ હતા અને મારા ભાઇએ મને જણાવેલ કે કેમ તારા ભાભી સાથે બોલાચાલી કરે છે.
તેમ કહી જય તથા ભાભી જયોતીબેન મને મનફાવે તેમ ગાળો આપવા લાગેલા અને મે ગાળો બોલવાની ના પાડતા જય ઉશ્કારેય જતા શરીરે હાથે પગે ઢીકા પાટુનો માર મારવા લાગેલ તથા મોઢામા ડાબી બાજુ જાપટો મારીને મને શરીરે મુંઢ ઇજા કરી હતી અને ઝધડો કરી જતા જતા જયએ કહેલ કે તારા ભાભીનુ નામ લેતી નહી નહીતર તને જાનથી મારી નાખીશ તેવી ધમકી પણ આપેલ હતી.બાદમાં લાગી આવતા મેં ફીનાઇલ પી લીધું હતું અને સિવિલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી.આ અંગે યુનિવર્સિટી પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી હતી.