વેલનાથ સોસાયટીમાં સાળા-બનેવી ઉપર હુમલો કરી ખૂનની ધમકી
ઘર પાસે ગાળો બોલવાની ના પાડતાં છરીથી તૂટી પડયા: બે શખ્સો સામે ફરિયાદ
શહેરની ભાગોળે કોઠારીયા ચોકડી નજીક વેલનાથ સોસાયટીમાં ઘર પાસે ગાળો બોલવાની ના પાડતા બે શખ્સોએ સાળા-બનેવી ઉપર હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઇ છે.જાણવા મળતી વિગત મુજબ વેલનાથ સોસાયટીમાં રહેતા કરણ જયેશભાઇ પરમાર (ઉ.વ.28)નામના યુવાને આજીડેમ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે તેજ વિસ્તારમાઁ રહેતા ચેતન ઉર્ફે ચોટીયો મુકેશભાઇ દેગામાં અને તેની સાથેના અજાણયા શખ્સનું નામ આપ્યુ છે.
ફરિયાદમાં જણાવ્યા મુજબ ગઇકાલે રાતે તે ઘરે હતો ત્યારે ચેતન અને તેની સાથેનો શખ્સ ઘર પાસે ગાળો બોલતા હોય જેથી તેને ગાળો બોલવાની ના પાડતા તેને ઉશ્કેરાઇ જઇ તુ પુલ પાસે આવ તેમ કહી જતા રહ્યા હતા. બાદમાં ફરિયાદી તેના પિતા સાથે બહાર જમવાનુ લેવા જતો હતો ત્યારે જડેશ્ર્વરના પુલા પાસે પહોંચતા બંન્ને શખ્સો ત્યા ઉભા હોય અને તેમને રોકી ગાળો આપી છરી વડે હુમલો કર્યો હતુ દરમિયાન ત્યાથી પસાર થતા ફરિયાદીના સાળા અશોકભાઇ રામજીભાઇ પીપડીયા છોડવવા વચ્ચે પડતા તેમને છરી મારી દીધી હતી અને આજે તો રહી ગયા છો હવે પછી સામે મળશો તો મારી નાખીશુ તેવી ધમકી આપી ભાગી ગયા હતા. જેથી ઇજાગ્રસ્ત સાળા બનેવીના સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડામા આવ્યા હતા. આ અંગે આજીડેમ પોલીસે બંને શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.