મોરબીના કોયલી ગામે પાણી વાળવા મુદ્દે પ્રૌઢ ઉપર ભાઇ-ભત્રીજાનો હુમલો
મોરબીનાં કોયલી ગામે સહીયારા ખેતરમા પાણી વાળવા મુદે પ્રૌઢ પર સગા ભાઇ - ભત્રીજાએ ધોકા વડે હુમલો કરી માર માર્યો હતો. પ્રૌઢને ઇજા પહોંચતા સારવાર માટે રાજકોટ ખસેડવામા આવ્યા હતા.
આ બનાવ અંગે પોલીસમાથી જાણવા મળતી વિગત મુજબ મોરબીનાં કોયલી ગામે રહેતા વિનોદભાઇ દેવજીભાઇ લોહયા નામનાં 49 વર્ષનાં પ્રૌઢ સવારનાં અગીયારેક વાગ્યાનાં અરસામા પોતાનાં ગામમા હતા ત્યારે તેમનાં મોટા ભાઇ અમરશી અને ભત્રીજા કૈલાશે ઝઘડો કરી ધોકા વડે માર માર્યો હતો. હુમલામા ઘવાયેલા પ્રૌઢને સારવાર માટે રાજકોટ સિવીલ હોસ્પીટલ ખાતે ખસેડવામા આવ્યા હતા .
પ્રાથમીક તપાસમા વિનોદભાઇ લોહયા અને તેનાં ભાઇને સહીયારુ ખેતર છે જેમા પાણી વાળવા મુદે ઝઘડો કરી માર માર્યો હોવાનો આક્ષેપ કરવામા આવ્યો છે. આ ઉપરાંત બીજા બનાવમા વાકાનેરમા આવેલા નવાપરા વિસ્તારમા રહેતી મીનાબેન ભરતભાઇ બાવરીયા નામની 35 વર્ષની પરણીતા સાંજનાં છએક વાગ્યાનાં અરસામા વાસુકી દાદાનાં મંદિર પાસે હતી ત્યારે અશોક નામનાં શખ્સે ઝઘડો કરી ઢીકા પાટુનો માર માર્યો હતો. પરણીતાને ઇજા પહોંચતા સારવાર માટે રાજકોટ સિવીલ હોસ્પીટલમા દાખલ કરવામા આવી હતી ઉપરોકત બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
