જામકંડોરણાના રાયડી ગામે યુવકને લૂંટેરી દુલ્હન ભટકાઇ, બે લાખ પડાવી ટોળકી ફરાર
જામકંડોરણા તાલુકાના રાયડી ગામના 40 વર્ષીય લગ્નોત્સુકને નાગપુરની ક્ધયા અને અન્ય 3 શખ્સો મળી ચાર શખ્સોની ટોળકીએ રૂૂ. 1.60 લાખ રોકડા અને ટિકિટ ખર્ચનાં રૂૂ. 60,000 મળી કુલ રૂૂ. 2 લાખ વસુલી લગ્નનું તરકટ રચ્યા બાદ ક્ધયા સમેત સૌ નાસી છુટતા મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. રાયડીના નીતિનભાઈ ભીખાભાઈ કંડોરિયા (ઉ.વ. 40)ના જ્ઞાાતિમાં લગ્ન થતા ન હોવાથી તેણે તેમના સ્નેહી મારફત નાગપુર સંપર્ક સાધ્યો હતો. એ પછી તારામાસી મારફત દીપાલી નામની ક્ધયાને લઈ આવ્યા હતા.
આ વેળા તારામાસી સુરેશભાઈ યાસ્કરે લગ્નપૂર્વે રૂૂ. 1.60 લાખ લીધા હતા. તેની સાથે સોફીયાબેન સૌરભભાઈ ખંડાઈતકર અને સૌરભભાઈ વિજયભાઈ ખંડાઈતકર સાથે હતા. વકીલ પાસે લગ્નના પેપર તૈયાર કરવાનું તરકટ રચ્યું હતું. તેના પછી તારામાસી અને ક્ધયા દીપાલી સિવાયના બધા નાગપુર ચાલ્યા ગયા હતા. એ પછી નાગપુરથી ક્ધયા દીપાલી પર સોફિયાબેનનો ફોન આવ્યો હતો કે તારા દાદીમા ગુજરી ગયા છે. આ વખતે નીતિનભાઈ અને પરિવારજનોએ તાજા લગ્નમાં જવાની ના પાડતા તારામાસીએ કહ્યું હતું કે મારી જવાબદારી પણ જવા દો કહેતા તેને જવા દીધી હતી. ગત તા.9ના રોજ લગ્નોત્સુક નીતિન ભાઈના નંબર પર અજાણ્યાએ ફોન આવ્યો હતો કે દીપાલી તો મારી ઘરવાળી છે મારે બે બાળકો છે અને બધા નાગપુર ગયા પછી ક્ધયા પરત ન આવતા 4 સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.
