મોરબીમાં યુવકને લૂંટેરી દુલ્હનનો ભેટો, લગ્ન બાદ 15 દી’મા ગાયબ
મહેન્દ્રનગરના યુવકે યુવતી સહિત ત્રણ શખ્સો સામે રૂા.3 લાખ ઓળવી ગયાની ફરિયાદ નોંધાવી
મોરબીના મહેન્દ્રનગર ગામે રહેતા યુવાન સાથે યુવતીના લગ્ન કરાવી લગ્ન રજીસ્ટ્રાર કરાવી લગ્ન પેટે ખર્ચના રૂૂ 3 લાખ ઓળવી ગયો હતો તેમજ લગ્ન બાદ યુવતી પિતાનું મરણ થયાનું બહાનું કરી ગયા બાદ પરત ફરી ના હતી બી ડીવીઝન પોલીસે લુંટેરી દુલ્હન સહીત બે આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે.
મોરબીના મહેન્દ્રનગર પ્રભુકૃપા રેસીડેન્સી રોયલ પાર્કમાં રહેતા સુંદરજીભાઈ દેવજીભાઈ જશાપરાએ આરોપીઓ રાજુભાઈ તન્ના અને ચાંદની રહે બંને અમદાવાદ વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે દીકરા રાહુલ (ઉ.વ.29) વાળાની જ્ઞાતિમાં સગાઇ ના થતી હોય જેથી માસીયાઈ ભાઈ ખોડાભાઈ કાવરને વાત કરી કે દીકરા માટે કોઇપણ જ્ઞાતિની ક્યાય છોકરી ધ્યાનમાં રાખજો જેથી અગિયાર મહિના પૂર્વે ખોડાભાઈએ વાત કરી કે મિત્ર ચરાડવા ગામના બકુલભાઈ ત્રિવેદી છે તેઓ નાસ્તાની દુકાન ધરાવે છે તેની દુકાને અમદાવાદના રાજુભાઈ તન્ના આવે છે તેને વાત કરી હતી કે તેઓ છોકરા છોકરીઓની સગાઇ કરાવે છે અને તે દુકાને આવશે તો વાત કરીશ અને રાજુભાઈ તન્નાએ એક દીકરી અમદાવાદમાં હોવાની વાત કરતા ફરિયાદી સુંદરજીભાઈ, દીકરો રાહુલ, ખોડાભાઈ અને બકુલભાઈ અમદાવાદ ગયા હતા અને રાજુભાઈ તન્ના (ઠક્કર) એક છોકરીને બાઈકમાં બેસાડી આવ્યો હતો.
જ્યાં ઓળખાણ કરાવી રાજુભાઈએ બંનેની વાતચીત કરાવી હતી એકબીજાને પસંદ આવતા સગાઇનું કહેતા રાજુભાઈ નવા નરોડામાં આવેલ મકાને લઇ ગયો હતો જ્યાં ત્રણ મહિલાઓ હાજર હતી કોઈ પુરુષ હાજર ના હતા જેથી રાજુભાઈને પૂછતા છોકરીના મમ્મી અને માસી છે.
છોકરીનું નામ ચાંદની છે પિતાને કેન્સર બીમારી છે જેથી સગાઇ કરવી હોય તો ખર્ચ પેટે રૂૂપિયા આપવાનું કહ્યું હતું સગાઇના રૂૂ 50,000 અને લગ્ન નક્કી કરીએ ત્યારે 2,50,000 આપવાની વાતચીત કરી હતી સગાઇ કરી હોવાથી રાજુભાઈને બધાની હાજરીમાં રૂૂ 50,000 આપ્યા હતા અને ત્રણેક દિવસ બાદ રાજુભાઈએ કહ્યું ચાંદનીના પિતા વધુ બીમાર છે તાત્કાલિક લગ્ન કરવા પડશે તમે ઘરના સભ્યો આવી જશો તો આપણે ટૂંકમાં કરવાનું છે જેથી અમદાવાદ ગયા હતા અને રાજુભાઈએ રજીસ્ટ્રાર મેરેજ કરી નાખવાનું કહ્યું હતું અને વકીલ ઓફીસ બાજુમાં એક રૂૂમ રાખી લગ્ન વિધિ કરી હતી અને રૂૂ 2,50,000 રોકડા આપ્યા હતા.
લગ્નના ત્રણેક દિવસ બાદ રાજુભાઈનો ફોન આવ્યો કે ચાંદનીના પિતાનું અવસાન થયું છે તમે ચાંદનીને તાત્કાલિક અમદાવાદ મૂકી જાવ જેથી ઘરના સભ્યો ચાંદનીને લઈને બહુચરાજી લઈને ગયા હતા અને રાજુભાઈ કામ અર્થે ત્યાં આવ્યા હતા તેને સાથે લઇ ગયા હતા અને થોડા દિવસ પછી રાજુભાઈનો ફોન આવ્યો કે ચાંદનીની ચિંતા ના કરતો તેને હું પાછો તમારા ઘરે મૂકી જઈશ અને દસ પંદર દિવસ થતા રાજુભાઈ અને ચાંદનીને ફોન કરતા મૂકી જઈશ મૂકી જઈશ કહેતા હતા અને તેડવા જવાનું કહેતા રાજુભાઈ ચાંદનીના સગા સંબંધી મરણ ગયેલ હોવાનું જણાવી તેડી જવાનું કહેતા ના કહેતા હતા અને ત્રણેક માસથી રાજુભાઈએ ફોન ઉપાડવા અને ફોન કરવાનું બંધ કરી દીધું હતું આમ દીકરાના લગ્ન કરેલ તે ચાંદની અને રાજુભાઈએ વિશ્વાસમાં લઈને લગ્નના ખર્ચ પેટે રૂૂ 3 લાખ મેળવી અમદાવાદ ખાતે લગ્ન કરાવી બાદમાં ચાંદની ઘરે ગયા બાદ પરત આવી ના હતી અને ચીટીંગ કરી હતી જેની તપાસ કરવા છતાં મળી આવ્યા ના હતા ગત તા. 16-11 ના રોજ સાબરકાંઠા પોલીસ રાજુભાઈ ઠક્કરને લઈને ઘરે આવતા જાણ થઇ હતી અને પોલીસ ફરિયાદ નોંધાવી છે બી ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે.