મિત્રતા તોડી નાખતા યુવતીનું બોગસ ઇન્સ્ટા આઇડી બનાવી ફોટા વાયરલ કર્યા
શહેરના 150 ફૂટ રીંગરોડ વિસ્તારમાં રહેતી યુવતીએ તેના મિત્ર સાથે મિત્રતા તોડી નાખતા પૂર્વ મિત્રએ યુવતીનુ બોગસ ઇન્સ્ટા આઇડી બનાવી ફોટા અને રીલ્સ વાયરલ કરી હતી. જે અંગે યુવતીએ સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી પૂર્વ મિત્રની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ 150 ફૂટ રિંગરોડ નજીક રહેતી 19 વર્ષીય યુવતીએ નોંધાવેલ ફરીયાદમાં જણાવ્યું હતું કે, તેણી ભાડેથી રૂૂમ રાખીને અન્ય ત્રણ બહેનપણીઓ સાથે રહે છે. તેણી કારના શો રૂૂમમાં નોકરી કરે છે. તેણી ઇન્સ્ટાગ્રામ એપનો ઉપયોગ કરે છે. ગત તા.31/10ના કોલેજની ફ્રેન્ડે ઇન્સ્ટાગ્રામ આઇ.ડી. પર મેસેજ કરીને જાણ કરેલ કે, ઇન્સ્ટાગ્રામમા તે એક પ્રોફાઇલ અકાઉન્ટ બનાવેલ છે. જેથી તે ઇન્સ્ટાગ્રામ આઇ.ડી. ચેક કરતા આ આઇડી તેણીએ બનાવેલ ન હતું અને ઇન્સ્ટાગ્રામમા આ ફેક આડી ઉપર ચેક કરતા આ ફેક આઇડીના પ્રોફાઇલ પિક્ચરમાં તેણીના અસલ ઇન્સ્ટાગ્રામ આઇડી પર પોસ્ટ કરેલ તેમના ફોટા તેમની પરમિશન વિના મેળવીને આ ફેક ઇન્સ્ટાગ્રામ આઇડી રાખેલ હતા.
આ ઉપરાંત તેના જૂદા જૂદા ફોટાથી રીલ્સ પણ બનાવી વાયરલ કરી હતી. આ અંગે તેમણે સાયબર ક્રાઇમ હેલ્પ લાઇનમાં અરજી કરી જેના આધારે સાયબર ક્રાઇમ પોલીસે ફરિયાદ નોંધી તપાસ કરતા બોગસ ઇન્સ્ટા આઇડી તેના 5ૂર્વ મિત્રએ જ બનાવ્યુ હોવાનુ ખુલતા પોલીસે પૂર્વ મિત્રની ધરપકડ કરી પૂછપરછ કરતા યુવતીએ તેની સાથે મિત્રતા તોડી નાખતા આ કૃત્ય આચર્યાની કબુલાત આપી હતી.