For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મનહર પ્લોટમાં મનપાના નિવૃત્ત કર્મચારીના મકાનમાંથી ત્રાંબા-પિત્તળના વાસણોની ચોરી

05:00 PM Nov 25, 2024 IST | Bhumika
મનહર પ્લોટમાં મનપાના નિવૃત્ત કર્મચારીના મકાનમાંથી ત્રાંબા પિત્તળના વાસણોની ચોરી
Advertisement

શહેરના મનહર પ્લોટમાં આવેલા મનપાના નિવૃત શોપ ઇન્સ્પેકટરના મકાનમાં તસ્કરો ત્રાટકયા હતા અને ઘરમાં રહેલા જુનવાણી ત્રાંબા અને પિતળના વાસણો રૂ. 70 હજારની ચોરી કરી ભાગી ગયાની ફરીયાદ પોલીસમાં નોંધાઇ છે. આ મામલે પોલીસે સીસીટીવી ફુટેજ ચકાસતા તેમા બે શખ્સો દેખાયા હતા. આ બંનેની ધરપકડ કરવા તજવીજ શરૂ કરવામાં આવી છે.બનાવની વિગતો મુજબ ગોંડલ રોડ પર આવેલા વિજય પ્લોટ શેરી નં 7 માં રહેતા વેલજીભાઇ સવજીભાઇ મકવાણાએ પોતાની ફરીયાદમાં જણાવ્યુ હતુ કે તેઓ અગાઉ મનપામાં શોપ ઇન્સ્પેકટર તરીકે ફરજ બજાવતા હતા અને 2002ની સાલમાં તેઓ નિવૃત થઇ ગયા હતા તેમજ તેમને મનહર પ્લોટમાં 60 વારનો ડેલો આવેલો છે ત્યા 4 રૂમ છે. આ બધા રૂમને તાળા મારી પોતે વિજય પ્લોટમાં રહે છે.
ત્યારે તેમના આ ડેલામાં આવેલા રૂમમાં 70 વર્ષ જુના ત્રાંબા અને પિતળના વાસણો રાખેલા છે.15-9 ના રોજ સવારના સમયે પોતે મંગળા મેઇન રોડ પર મનહર પ્લોટમાં આવેલા ડેલે આંટો મારવા ગયા ત્યારે જાણવા મળ્યુ કે તેમના એક રૂમનો દરવાજો ખુલ્લો હતો અને કબાટની અંદર રાખેલા સામાન અને ચીજ વસ્તુઓ વેર વીખેર હાલતમાં હતી ત્યારબાદ પોતે બીજા 3 રૂમ ચેક કરતા રૂમના તાળા તુટેલા હતા અને અંદરથી 70 વર્ષ જુના ત્રાંબા-પિતળાના વાસણો રૂ. 70 હજારના કોઇ ચોરી કરી લઇ ગયાનુ જાણવા મળ્યુ હતુ.

આ અંગે સીસીટીવી ચેક કરતા તેમાં બે અજાણ્યા શખ્સો દેખાયા હતા. આ મામલે એ ડીવીઝન પોલીસ મથકના પીએસઆઇ કે. એન. વડનગરા સહીતના સ્ટાફે આરોપીને પકડી લેવા તજવીજ શરૂ કરી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement