ફોન પરત લેવા ગયેલા પ્રેમીને પ્રેમિકાના સગાએ માર મારી પગ ભાંગી નાખ્યો
શહેરમાં માલધારી સોસાયટીમાં રહેતો યુવાન કોઠારીયા સોલવન્ટમાં પ્રેમિકા પાસેથી મોબાઈલ પરત લેવા ગયો હતો ત્યારે પ્રેમિકાના સગા જોઈ જતાં યુવાન પર હુમલો કરી પગ ભાંગી નાખ્યો હતો. યુવકને ઈજા પહોંચતાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. માર ખાધા બાદ પ્રેમિકા પરિણીત હોવાની જાણ થઈ હોવાનું યુવાને જણાવ્યું હતું.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, માલધારી સોસાયટીમાં રહેતો રવિ પ્રવિણભાઈ સોલંકી નામનો 22 વર્ષનો યુવાન સાંજના ચારેક વાગ્યાના અરસામાં કોઠારીયા સોલવન્ટ પચ્ચીસવારીયા વિસ્તારમાં હતો ત્યારે અજાણ્યા શખ્સોએ ધોકા વડે માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
પ્રાથમિક પુછપરછમાં રવિ સોલંકીને કોઠારીયા સોલવન્ટમાં રહેતી યુવતી સાથે પ્રેમ હતો જેની પાસેથી ફોન લેવા ગયો હતો ત્યારે યુવતીના સગા જોઈ જતાં માર મારી પગ ભાંગી નાખ્યો હતો. યુવતી સંબંધીઓએ માર માર્યા બાદ પ્રેમિકા પરિણીત હોવાનું જાણવા મળ્યું હતું. આ બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.