For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

લગ્નની જીદ કરતી હોવાથી પ્રેમીએ જ પ્રેમિકાની હત્યા કરી લાશ સુટકેશમાં ભરી દીધી

03:55 PM Nov 05, 2025 IST | admin
લગ્નની જીદ કરતી હોવાથી પ્રેમીએ જ પ્રેમિકાની હત્યા કરી લાશ સુટકેશમાં ભરી દીધી

સુરતમાં સુટકેશમાંથી યુવતીનો મૃતદેહ મળી આવવાના ચકચારી પ્રકરણમાં આરોપી ઝડપાયો

Advertisement

સુરત જિલ્લાના કોસંબા ખાતે સોમવારે 2 બાય 1.5 ફૂટની સૂટકેસમાંથી 5.2 ફૂટની મહિલાનો મૃતદેહ મળી આવવાના સનસનાટીભર્યા મામલે એલસીબી (LCB)એ મુખ્ય આરોપીની દિલ્હી નજીક આવેલા ફિરોઝાબાદથી ધરપકડ કરી છે. મૃતક મહિલા સાથે પ્રેમસંબંધ ધરાવતા આરોપીએ લગ્ન માટેના દબાણને કારણે હત્યા કરી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.

આરોપીનું નામ રવિ શર્મા છે, જે મૂળ બિહારના મુઝફ્ફરપુરનો રહેવાસી છે. પોલીસ તપાસમાં મૃતક છેલ્લાં ઘણા સમયથી રવિ સાથે રહેતી હતી, પરંતુ જ્યારે મહિલાએ લગ્ન માટે દબાણ કર્યું, ત્યારે રવિએ તેની હત્યા કરી નાખી. ત્યાર બાદ આરોપીએ કપડાંથી લાશને બાંધીને સૂટકેસમાં મૂકી હતી. ત્યારબાદ બેગને કોસંબા ઓવરબ્રિજ પાસે આવેલા ડ્રેનેજ ખાડામાં મૂકીને ફરાર થઈ ગયો હતો.

Advertisement

આરોપી રવિએ મૃતદેહનો નિકાલ કરવા માટે જે મરૂૂન રંગની ટ્રોલીબેગનો ઉપયોગ કર્યો હતો, તે ખરીદતી વખતે તેણે દુકાનમાં ઓનલાઈન પેમેન્ટ કર્યું હતું. આ પેમેન્ટ પુરાવા તરીકે પોલીસને મળ્યું અને બાદમાં સીસીટીવી ફૂટેજ ચેક કરતા આરોપીની ઓળખ થઈ હતી.

ફોરેન્સિક રિપોર્ટમાં મહિલાની ઉંમર 25 થી 30 વર્ષની આસપાસ છે અને ગળું દબાવીને તેની હત્યા કરવામાં આવી છે. હત્યા સમયે પ્રતિકાર કરવાના કારણે તેના શરીર પર પાંચથી છ જેટલા નિશાન પણ છે. પાડોશીઓએ પોલીસને જણાવ્યું કે, રવિવારે સાંજે રવિ બેગ લઈને ઉતાવળે દાદરા પરથી નીચે ઉતરી રહ્યો હતો. ત્યારે બેગ તેના હાથમાંથી છટકીને નીચે પડી ગઈ હતી પાડોશીએ પૂછ્યું કે, શું થયું તો રવિએ ફક્ત એટલું જ કહ્યું કે બેગ છટકી ગઈ.

Advertisement
Tags :
Advertisement
Advertisement