ગુજરાતમાં વિદેશી દારૂ સપ્લાયનું નેટવર્ક ચલાવતો બૂટલેગર ગોવાથી ઝડપાયો
રાજસ્થાન સહિતના રાજ્યો માંથી કરોડોનો વિદેશી દારૂૂ ગુજરાતના અલગ અલગ શહેરો અને જિલ્લાઓમાં ઠાલવનાર કુખ્યાત બુટલેગર સુનીલ ઉર્ફે સુરેશ કિષ્નારામ બિશ્નોઈ (ઢાકા)ને વડોદરા ગુના નિવારણ શાખાએ ગોવાથી ઝડપી પાડ્યો હતો. ગોવામાં મકાન શોધવાના બહાને વેશપલ્ટો કરી સુનીલ ઉર્ફે સુરેશ કિષ્નારામ બિશ્નોઈને ઝડપી લેવામાં આવ્યો હતો. તેની પુછપરછમાં ગુજરાતમાં વિદેશી દારૂૂના નેટવર્કનો પર્દાફાશ થશે.
તાજેતરમાં વડોદરાના મકરપુરા, હરણી અને માંજલપુર પોલીસ મથક વિસ્તારમાંથી રૂૂ. 1.21 કરોડનો વિદેશી દારૂૂનો જથ્થો ઝડપાયો હતો જેમાં આ જથ્થો રાજસ્થાન રહેતા સુરેશ ઉર્ફે સુનીલ બિશ્નોઈ દ્વારા મોકલવામાં આવ્યો હોવાનું ખુલ્યું હતું. બોગસ નંબર પ્લેટના આધારે મોટાપાયે દારૂૂનો જથ્થો ઘુસાડનાર સુનીલ બિશ્નોઈને આ ગુનામાં વોન્ટેડ હતો. વડોદરા શહેર ઉપરાંત ગુજરાતના અલગ અલગ પોલીસ મથકમાં તેની સામે 11 ગુના નોંધાયેલા છે. આ તમામ ગુનામાં તે નાસતો ફરતો હોવા છતાં તેનું દારૂૂનું નેટવર્ક ચાલુ રાખ્યું હતું. કુખ્યાત બુટલેગર સુનીલ બિશ્નોઈને ઝડપી પાડવા માટે ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા મળેલી સુચનાને પગલે તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા. સુનીલ બિશ્નોઈ ગોવામાં રહી મોટાપાયે દારૂૂનું નેટવર્ક ચલાવતો હોવાની માહિતી મળતા પોલીસે ગોવા ખાતે બાતમીદારોને એક્ટિવ કર્યા હતા.
સુનીલ બિશ્નોઈ ગોવામાં જ હોવાની ચોક્કસ બાતમી મળતા વડોદરા ગુના નિવારણ શાખાના પોલીસ ઇન્સપેક્ટર સી.બી.ટંડેલની એક ટીમ ગોવા પહોચી હતી. ત્રણ દિવસ સુધી ગોવામાં મકાન શોધવાના બહાને વેશપલ્ટો કરી સુનીલ બિશ્નોઈના રહેણાંકની વિગતો એકત્ર કરી તેને દબોચી લેવામાં આવ્યો હતો. તેની પાસેથી ત્રણ આઇફોન સહિતનો મુદ્દામાલ મળી આવ્યો હતો. પોલીસ તંત્ર દ્વારા તપાસ હાથ ધરતા તેની સામે માંજલપુર, મકરપુરા, હરણી, હાલોલ તાલુકા, અમદાવાદના અસલાલી, વલસાડના ભિલાડ, સુરતના પલસાણા, નવસારી તાલુકો સહિત કુલ 11 ગુના નોંધાયેલા છે તેમજ રાજસ્થાનમાં પણ હત્યાની કોશિશ અને અપહરણના ગુનામાં તે સંડોવાયેલો છે. 23 વર્ષના સુનીલ બિશ્નોઈએ અત્યાર સુધી કરોડોનો દારૂૂ ગુજરાતમાં ઠાલવ્યો છે. જે પૈકી સ્થાનિક પોલીસ દ્વારા પણ કરોડોનો દારૂૂ ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસે તેને અદાલત સમક્ષ રજૂ કરી બે દિવસના રિમાન્ડ મેળવ્યા છે. પોલીસની પ્રાથમિક તપાસમાં તેણે કબુલ્યું હતું કે નર્મદા, આણંદ અને સુરત જિલ્લામાં પણ તેણે મોકલેલો દારૂૂ પકડાયો છે અને આ ગુનામાં પણ હજુસુધી તેની ધરપકડ કરવામાં આવી નથી