બૂટલેગરે રસોડાના પ્લેટફોર્મ નીચે ભોયરું બનાવી 17.93 લાખનો દારૂ છૂપાવ્યો
જૂનાગઢમાં પોલીસનો દરોડો; સૌપ્રથમ બે રૂમ અને રસોડુ તપાસતા કંઇ ન મળ્યું : બાદમાં વોશબેસિન નીચે તપાસ કરતા ભોયરુ મળી આવ્યું
પોલીસ અને કાયદાની આંખમાં ધૂળ નાખવા માટે બૂટલેગરો કેવી કેવી યુક્તિઓ અજમાવે છે, તેનો વધુ એક ચોંકાવનારો કિસ્સો જુનાગઢમાં સામે આવ્યો છે. જુનાગઢ રેન્જ આઈજી સ્ક્વોડે શહેરના રાજીવનગરમાં દરોડો પાડીને એક કુખ્યાત બૂટલેગરના મકાનમાંથી આશરે 17.93 લાખની કિંમતનો ભારતીય બનાવટનો વિદેશી દારૂૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. જોકે, આ દરોડામાં સૌથી આશ્ચર્યજનક બાબત એ હતી કે, બૂટલેગરોએ દારૂૂના આટલા મોટા જથ્થાને છુપાવવા માટે ઘરમાં, ખાસ કરીને રસોડામાં, એક ગુપ્ત ભોયરું બનાવીને જાણે જાસૂસી ફિલ્મોને પણ ટક્કર મારે તેવો કીમિયો અપનાવ્યો હતો.
રેન્જ આઈજી સ્ક્વોડને ચોક્કસ બાતમી મળી હતી કે, રાજીવનગરમાં રહેતા રાણા લાખાભાઈ ચાવડા અને તેના ભાઈ હીરા લાખાભાઈ ચાવડાના કબજાવાળા મકાનોમાં વિદેશી દારૂૂનો મોટો જથ્થો સંગ્રહ કરેલો છે. બાતમીના આધારે પોલીસે તાત્કાલિક પંચોને સાથે રાખીને દરોડાની કાર્યવાહી શરૂૂ કરી. પ્રથમ મકાનમાં તપાસ કરતાં ઘર વખરીનો સામાન્ય સામાન અને ખુલ્લી ઓસરી, બે રૂૂમ અને રસોડું તપાસતા કંઈ મળ્યું નહીં, પરંતુ પોલીસની નજર રસોડામાં ગઈ. રસોડામાં વોશબેસિનની નજીક બનાવેલા પ્લેટફોર્મની નીચેના ભાગમાં લાકડાના ડ્રોઅરવાળું ફર્નિચર (કબાટ) બનાવેલું હતું. આ ફર્નિચરમાં કુલ ત્રણ અલગ-અલગ પાર્ટ હતા. પોલીસે જ્યારે આ પાર્ટ્સની ઝીણવટભરી તપાસ કરી, ત્યારે તેમની શંકા સાચી પડી.
ડ્રોઅરની ગોઠવણ કરી કબાટના ત્રણ પાર્ટમાંથી, વચ્ચેનો પાર્ટ સંપૂર્ણપણે બહાર નીકળી જાય તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી. આ વચ્ચેનો પાર્ટ દૂર થતાં જ, નીચેના ભાગમાં ફોલ્ડિંગ કરેલી એક ટાઇલ્સ નજરે પડી. આ ટાઇલ્સને ઉપરની તરફ ખેંચતા જ નીચે અંડરગ્રાઉન્ડ (અંડર સાઉન્ડ) ભોયરું જોવામાં આવ્યું. આ ભોયરું જ બૂટલેગરોનો ગોડાઉન હતો. પોલીસે ટોર્ચની મદદથી ભોયરામાં તપાસ કરતાં, અંદર પાંચ ખાનાં પડેલા હતા, જેમાં પ્લાસ્ટિકના કોથળાઓમાં વીંટાળેલો ભારતીય બનાવટનો વિદેશી દારૂૂનો જથ્થો મળી આવ્યો. આ જગ્યા ખાસ કરીને નાની બોટલો છુપાવવા માટે બનાવવામાં આવી હતી.
પોલીસ સ્ટાફે અંદર ઉતરીને તપાસ કરતાં, માત્ર આ ગુપ્ત ભોયરામાંથી જ મોટા પ્રમાણમાં દારૂૂનો જથ્થો મળી આવ્યો, જેણે પોલીસ ટીમને પણ આશ્ચર્યચકિત કરી દીધા. આ દરોડામાં પોલીસે બે અલગ-અલગ મકાનો અને એક કારમાંથી મળીને કુલ 3,348 દારૂૂની બોટલો/કવાર્ટરીયા જપ્ત કરી, જેની કિંમત 17,93,200 થાય છે. પ્રથમ મકાનમાંથી દારૂૂ ઉપરાંત એક રીક્ષા (GJ 07 AT 0877) કિંમત 45,000 અને બાજુના બંધ મકાનમાંથી મારૂૂતી સુઝુકી સ્વીફ્ટ કાર (GJ 15 PP 9925) કિંમત 1,00,000 જપ્ત કરવામાં આવ્યા હતા. જે કાર માલિક ચાવડા લાખાભાઈના નામે રજીસ્ટર્ડ હતી. પોલીસે વીજળીના મીટર વગર, સીધા વાયરો નાખીને પાવર ચોરી થતો હોવાનું પણ શોધી કાઢ્યું હતું. આ ગુનામાં પોલીસે મુખ્યત્વે રાણા લાખાભાઈ ચાવડા, હીરા લાખાભાઈ ચાવડા, નીલેશ ઉર્ફ ભદો મહેશભાઇ કટારા સામે ગુનો દાખલ કર્યો છે,