સ્વાતિ સોસાયટીમાં બૂટલેગરે ઘરમાં છુપાવેલ 27 હજારનો દારૂ ઝડપાયો
શહેરના કોઠારિયા રોડ ઉપર ન્યુ સ્વાતિ પાર્કમાં રહેતા બુટલેગરના ઘરે પીસીબીએ બાતમીના આધારે દરોડો પાડી 27 હજારની કિંમતની 41 બોટલ દારૂ સાથે બુટલેગરને ઝડપી લીધો હતો.
પકડાયેલ શખ્સ સામે છ જેટલા ગુના નોંધાયેલા છે. પકડાયેલ બુટલેગરનો ભાઈ દરોડામાં ફરાર થઈ ગયો હતો.
મળતી વિગતો મુજબ પીસીબીના ઈન્ચાર્જ પીઆઈ એમઆર ગોંડલિયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એમ.જે. હુણની ટીમના કિરતસિંહ ઝાલા અને વાલજીભાઈને મળેલી બાતમીના આધારે કોઠારિયા રોડ ઉપર ન્યુ સ્વાતિ પાર્ક શેરી નં. 1 માં અજય ભીખુ મકવાણાના ઘરે પોલીસે દરોડો પાડ્યો હતો. આ દરોડામાં રૂા. 27,000ની કિંમતની 41 બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે અજય મકવાણાની ધરપકડ કરી પુછપરછ કરતા આ દારૂમાં તેના ભાઈ રવિ મકવાણાનું નામ પણ ખુલ્યું હોય જેની પોલીસે શોધખોળ શરૂકરી છે. પીએસઆઈ એમ.જે. હુણ સાથે ટીમના પીબી ત્રાગિયા, મયુરભાઈ, સંતોષભાઈ, મહિપાલસિંહ, હરદેવસિંહ, કરણભાઈ મારુ, ઘનશ્યામસિંહ, હરદેવસિંહ રાણા, હિરેનભાઈ સોલંકી, નગીનભાઈ ડાંગર સહિતના સ્ટાફે કામગીરી કરી હતી.