For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સાવરકુંડલાના રામગઢમાં બુટલેગરે સરપંચ પર કુહાડી વડે કર્યો હુમલો

03:25 PM Oct 13, 2025 IST | Bhumika
સાવરકુંડલાના રામગઢમાં બુટલેગરે સરપંચ પર કુહાડી વડે કર્યો હુમલો

Advertisement

સાવરકુંડલાના રામગઢમાં બુટલેગરે સરપંચ પર કુહાડી વડે હુમલો કર્યો હતો. ઉપરાંત તેમની પાછળ કુતરો છોડી ઈજાઓ પહોંચાડી હતી.

આ અંગે બે શખ્સો સામે સાવરકુંડલા રૂૂરલ પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો. સાવરકુંડલાના રામગઢમાં સરપંચ ભાભલુભાઈ દેવકુભાઈ ખુમાણ (ઉ.વ.50)એ જયદીપ ચંપુભાઈ ખુમાણને અગાઉ ગામમાં દારૂૂ રાખવા મુદ્દે ટકોર કરી હતી.

Advertisement

ચારેક દિવસ પૂર્વે ભાભલુભાઈ ખુમાણના કુટુંબી વનરાજભાઈને જયદીપ ખુમાણ મારવા આવતા સરપંચના કાકા બચુભાઈ ખુમાણે પોલીસને જાણ કરી હતી.જે વાતનું મનદુ:ખ રાખી જયદીપ ચંપુભાઈ ખુમાણે કુહાડીનો ઘા ઝીંકી દીધો હતો.

ઉપરાંત પાછળ શ્વાન છોડી ઈજાઓ પહોંચાડી હતી. આ અંગે સાવરકુંડલા રૂૂરલ પોલીસ મથકમાં જયદીપ ખુમાણ અને કુલદીપ ચંપુભાઈ ખુમાણ સામે ગુનો નોંધાતા એએસઆઈ એસ.એ.બગડા વધુ તપાસ ચલાવી રહ્યા છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement