જુનાગઢના કડિયાવાડમાંથી દારૂના જથ્થા સાથે બૂટલેગરની ધરપકડ
93 દારૂની બોટલ જપ્ત, 26 હજારનો મુદ્દામાલ જપ્ત: એક શખ્સ ફરાર
જૂનાગઢ રેન્જના ડીઆઈજી તથા પોલીસ અધિક્ષક એ દારૂૂ જુગારની પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવા અને આવી ગેરકાયદેસરની પ્રવૃતિ ઉપર સંપૂર્ણપણે અંકુશ લાવવા સુચના આપેલ હોય જે અનુસંધાને ડિવિઝન ડીવાયએસપી હિતેષ ધાંધલ્યા ના માર્ગદર્શન હેઠળ તથા પીઆઇ આર.કે.પરમાર ની મૌખીક સુચના આધારે જૂનાગઢ એ ડીવી. પોલીસ મથક વિસ્તારમાં દારૂૂ જુગારની પ્રવૃતી કરતા ઇસમો ઉપર ખાસ વોચ રાખી કડક હાથે કામ લેવા સુચના આપેલ હોય જે અનુસંધાને એ.ડીવી. પોલીસ સ્ટેશનના સર્વલન્સ સ્ક્વોડ સ્ટાફના માણસો પીએસઆઇ વાય એન.સોલંકી સાથે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન પીએસઆઇ વાય એન.સોલંકી ને બાતમી મળેલ કે જુનાગઢ કડીયાવાડ શાક માર્કેટ પાસે બેલદાર શેરીમાં રહેતો પરેશભાઇ ઉર્ફે જાડો ભરત સોંદરવા એ પોતાના રહેણાંક મકાનમા ઇગ્લીશ દારૂૂની બોટલો સંતાડી રાખેલ છે.
જે બાતમીના આધારે રેઇડ કરતા બાતમી વાળી જગ્યાએથી દેશી બનાવટની ઇંગ્લીશ દારૂૂની નાની મોટી બોટલ નંગ-93 કી.રૂૂ. 26500 નો મળી આવેલ અને હાજર મળી આવેલ આરોપી પરેશ ઉર્ફે જાડો ભરતભાઇ સોંદરવા ઉવ.30 રહે. જુનાગઢ કડીયાવાડ શાક માર્કેટ પાસે અવની એપાર્ટમેન્ટની બાજુમાં બેલદાર શેરી તેમજ હાજર નહી મળેલ લાખા પુના મોરી રહે-જુનાગઢ પંચેશ્વરવાળા વિરુધ્ધ પ્રોહીબીશન ધારા હેઠળ ગુન્હો રજી.કરી કાયદેસર કાર્યવાહી કરેલ છે.