બોલિવૂડના ડાયરેક્ટર સેશન્સ કોર્ટ દ્વારા ચેક રિટર્ન કેસમાં લપડાક
જામનગર શહેર ના જાણીતા ઉધોગપતિ અશોકભાઈ હરીદાસ લાલ એ બોલીવુડના જાણીતા ફિલ્મ ડાયરેક્ટર અને પ્રોડ્યુસર ને સંબધના દાવે રૂૂ એક કરોડ હાથા-ઉછીના આપ્યા હતા. જેની સામે ફીલ્મ પ્રોડ્યુસરએ એક કરોડ ની રકમ ના ચેકો આપ્યા હતા. જે ચેકો પરત ફરતા જામનગર ની સ્પે. નેગોશીએબલ કોર્ટે એ કેશો ચાલી જતાં તમામ કેશોમાં રાજકુમાર સંતોષી ને ચેક ની રકમ થી બમણો દંડ અને બે વર્ષ ની સજા સંભળાવી હતી.
જેની સામે રાજકુમાર સંતોષી એ જામનગર ની સેશન્સ કોર્ટ માં તમામ કેશો માં અપીલ કરી હતી. જે અપીલ ચાલી જતાં સેશન્સ કોર્ટ એ પણ નીચે ની કોર્ટ નો હુકમ યથાવત રાખી રાજકુમાર સંતોષી ને તમામ કેશો માં સજા સંભળાવી તા.27/10/2025 ના રોજ કે તે પહેલા ટ્રાયલ કોર્ટમાં હાજર થવા અને જો હાજર ના થાયા તો ફીલ્મ પ્રોડયુસર રાજકુમાર સંતોષી સામે વોરંટ ઈસ્યુ કરી ધરપકડ કરી જામનગર કોર્ટ માં હાજર કરવા હુકમ ફરમાવેલ છે .
આ રીતે જામનગર સેશન્સ કોર્ટ એ ફીલ્મ પ્રોડ્યુસર ને કાનૂની લપડાક મારી છે. આ તમામ કેશો માં ફરિયાદી અશોકભાઈ હરીદાસ લાલ વતી જામનગર ના ધારાસાસ્ત્રી પીયૂષ વી.ભોજાણી તથા સરકાર પક્ષે પબ્લીક પ્રોસીક્યુટર રાજેશભાઈ વસીયર રોકાયા હતા.