પડધરીના મહિલાનો એક લાખનો સોનાનો કાઠલો બોલેરો ગેંગે તફડાવી લીધો
પડધરીમાં ભરવાડ વાસમાં રહેતા મધુબેન રઘુભાઇ બાંભવા (ઉ.વ.40)ને બિલિયાડા તેમના પિયર જવું હોય જેથી તેમના પુત્ર વિવેક સાથે રાજકોટ આવ્યા બાદ ગોંડલ ચોકડીથી એક બોલેરોમાં બેઠા બાદ તેમની પાસે રહેલો એક લાખની કિંમતનો ભરવાડી કાઠલો કોઈ પણ રીતે નજર ચૂકવી બોલેરોના ચાલક અને તેની સાથે રહેલાં શખ્સે તફડાવી લેતા પોલીસે ફરિયાદ નોંધી આરોપીને સકંજામાં લેવા તજવીજ શરૂૂ કરી છે.
મધુબેને ફરિયાદમાં જણાવ્યું હતું કે,ગઇ તારીખ.12/09ના રોજ અમારે બીલીયાળા ગામ પીયર જવાનુ હોઇ જેથી હુ તથા નાનો દીકરો વિવેક પડધરીથી એસ.ટી બસમા બેસી રાજકોટ આવેલ અને રાજકોટમા રૈયા ચોકડીથી સીટી બસ મારફતે ગોંડલ ચોકડી ગયેલ હતા બાદ અમો ગોંડલ ચોકડીથી બીલીયાળા જવા માટે બપોરના આશરે બારેક વાગ્યા આસપાસ એક સફેદ રંગની બોલેરો ગાડીમા બેસેલ હતા જે બોલેરો ગાડી મા એક ડ્રાઇવર તથા ડ્રાઇવરની બાજુમા અન્ય એક માણસ બેસેલ હતો અને અમો તે બોલેરો ગાડીની આગળની સીટમા જ ભેગા બેસેલ હતા એમ અમો ફૂલ ચાર જણા બોલેરો ગાડીમા બેસેલ હતા.
અમારી પાસે એક કાપડનો ચેઇન વાળો થેલો હતો જેમા અમારા કપડા તથા એક સોનાનો ભરવાડી કાઠલો હતો તે બોલેરામા બેસેલ ડ્રાઇવર સીવાઇના માણસે અમારી પાસેથી લઈ તેના પગના ભાગે મુકેલ હતો બાદ બોલેરો ગાડી એકાદ કી.મી. જેટલી આગળ ચાલેલ અને વોલ્વોના શોરૂૂમ પાસે ગોંડલ હાઇવે પર પહોંચતા બોલેરાના ડ્રાઇવરે ગાડી સાઇડમા રોડ પર ઉભી રાખેલ અને અમોને કહેલ કે અમારે પાર્સલ ભરવા માટે અહિ નજીકમા જવાનુ હોઇ જેથી તમો થોડી વાર અહી ઉભા રહો તેમ કહી અમોને નીચે ઉતારેલ આથી અમો અમારો થેલો લઇ બોલેરોમાથી નીચે ઉતરી ગયેલ હતા અને બોલેરો વાળા ત્યાથી ચાલ્યા ગયેલ હતા બાદ અમોએ અમારા થેલામા ચેક કરતા થેલામા રહેલ સોનાનો ભરવાડી કાઠલો તેમા જોવામા આવેલ નહીં બાદ અમોએ બોલેરો ચાલકની રાહ જોતા તે આવેલ નહીં.જેથી આ અંગે આજીડેમ પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ કરતા આરોપીઓને સકંજામાં લેવા તજવીજ શરૂૂ કરી છે.