For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મેટોડામાં ડીગ્રી વિના ક્લિનિક ખોલી સારવાર કરતો બોગસ ડોક્ટરને ઝડપાયો

01:03 PM Jan 21, 2025 IST | Bhumika
મેટોડામાં ડીગ્રી વિના ક્લિનિક ખોલી સારવાર કરતો બોગસ ડોક્ટરને ઝડપાયો

Advertisement

રાજકોટ જીલ્લામાં ડીગ્રી વિના ડોક્ટર બની બેઠેલા નકલી ડોકટરો સામે જીલ્લા પોલીસ કાર્યવાહી કરી રહી છે ત્યારે ગ્રામ્ય એસઓજીની ટીમે દરોડો પાડી મેટોડામાં ડીગ્રી વિના કલીનીક ખોલી સારવાર કરતો બોગસ ડોક્ટરને ઝડપી લીધો હતો.

જીલ્લામાં લોકોના આર્યોગ્ય સાથે ચેડા કરતા નકલી ડોકટરો સામે કાર્યવાહી કરવા જીલ્લા પોલીસ વડાની સુચનાથી ડીગ્રી ન ધરાવતા હોય અને એલોપેથિક દવા તથા ઇન્જેકશનો ગેરકાયદેસર રીતે આપી સારવારના નામે લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા ઇસમો શોધી કાઢવા આપેલી સુચનાને અનુસંધાને રાજકોટ ગ્રામ્ય એસ.ઓ.જી.ના પી.આઈ એફ.એ.પારગી અલગ અલગ ટીમો બનાવી કાર્યરત હતા એ દરમ્યાન મેટોડા જીઆઇડીસીમાં નકલી ડોક્ટરની બાતમી મળતા દરોડો પડ્યો હતો જેમાં કોઈ ડીગ્રી ન હોવા છતા સર્વોદય નામે કલીનીક ચલાવી ડોકટર તરીકે પ્રેક્ટીસ કરતા અને એલોપેથીક મેડીકલ પ્રેકટીસને લગતી જુદી જુદી એલોપેથિક દવા સાથે પડધરીના નાના સગડીયા ગામના સંજય દિનેશભાઈ ટીલાવત (ઉ.વ.30)ની ધરપકડ કરી રૂૂ. 44,187નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
રાજકોટ ગ્રામ્ય એસ.ઓ.જીના પી.આઈ એફ. એ. પારગી, પીએસઆઈ બી.સી. મિયાત્રા, પી.બી.મિશ્રા,એ.એસ.આઇ અમિતભાઈ કનેરિયા, જયવીરસિંહ રાણા, ઇન્દ્રસિંહ જાડેજા, સંજયભાઈ નિરંજની તથા પો. હેડ કોન્સ. હિતેશભાઈ અગ્રાવત, પ્રહલાદસિંહ રાઠોડ, અરવિન્દભાઈ દાફડા, વિજયભાઈ વેગડ, ચિરાગભાઈ કોઠિવાર, રઘુભાઈ ઘેડ, વિજયગીરી ગૌસ્વામીએ કામગીરી કરી હતી.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement