ઉપલેટામાં ચાર દિવસ પહેલા ઘરેથી નીકળી ગયેલા યુવાનની કૂવામાંથી લાશ મળી
કૂવા પાસેથી શર્ટ મળી આવતા અંદર તપાસ કરતા મૃતદેહ મળી આવ્યો
ઉપલેટામા રહેતા આહીર યુવાન ચારેક દીવસ પહેલા પોતાનાં ઘરેથી નીકળી ગયા બાદ ગઇકાલે ઉપલેટામા અમી ગાર્ડન પાસેનાં કુવામાથી લાશ મળી આવતા પોલીસ અને પરીવારજનો ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે રાજકોટની સિવીલ હોસ્પીટલે ખસેડવામા આવ્યો હતો.
વધુ વિગતો મુજબ ઉપલેટામા રહેતા રાકેશ નાથાભાઇ વસીયા (ઉ.વ. 34 ) નામનો યુવાન ગઇ તા. 19 નાં રોજ પોતાનાં ઘરેથી નીકળી ગયા બાદ પરીવારજનોએ તેની શોધખોળ શરુ કરી હતી અને આ અંગે ઉપલેટા પોલીસને પણ ગુમ થયાની જાણ કરી હતી . ત્યારબાદ પોલીેસે પણ શોધખોળ શરુ કરી હતી પરંતુ યુવાન મળી આવ્યો ન હતો ગઇકાલે ઉપલેટાનાં અમી ગાર્ડન પાસે આવેલા કુવા નજીક એક શર્ટ મળી આવ્યો હતો .
ત્યારબાદ કુવામા તપાસ કરતા એક મૃતદેહ તરતી હાલતમા મળતા પોલીસની હાજરીમા મૃતદેહ બહાર કાઢી મૃતકનાં વાલી વારસની શોધખોળ કરતા આ મૃતદેહ રાકેશનો હોવાનુ જાણવા મળ્યુ હતુ અને ત્યારબાદ યુવાનનાં મૃત્યુનુ સાચુ કારણ જાણવા માટે મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે રાજકોટની સિવીલ હોસ્પીટલે ખસેડવામા આવ્યો છે . રાકેશ જે દીવસે ઘરેથી નીકળ્યો તે દીવસે બાઇક લઇને ગયો હતો અને બાઇક રસ્તામાથી તેમનાં મીત્ર મારફતે ઘરે મોકલી દીધુ હતુ . તેમજ મૃતક રાકેશ એક બહેનનો એકનો એક ભાઇ હતો અને પોતે નોબેલ સ્કુલમા સ્કુલ વાહન ચલાવતો હતો તેમનાં પિતા હયાત નથી તેમજ પોતે કમાઇને ઘરનુ ગુજરાન ચલાવતો હતો . યુવાનનાં મૃત્યુથી પરીવાર આઘાતમા સરી પડયો છે.