બેલડામાં પરિણીતાની ઝાડમાં લટકતી લાશ મળી, પિતાનો હત્યાનો આરોપ
જુગારની કુટેવ ધરાવતા પતિએ ઘરેણાં વેચી માર્યા બાદ માતા -પુત્ર ત્રાસ ગુજારતા’તા: મૃતક પરિણીતાએ બે દિવસ પૂર્વે જ પિતાને ફોન કરી ‘તમે મને તેડી જાવ, મને મારી નાખશે’ તેવી જાણ કરતાં માવતર પુત્રીના ઘરે પહોંચતાં આગેવાનોની મધ્યસ્થીથી સમાધાન થયું હતું
વિંછીયા તાલુકાના બેલડા ગામે જુગારી પતિ ઘરેણા હારી ગયા બાદ પતિ અને સાસુના ત્રાસથી કંટાડી પરિણીતાએ વાડીએ લીમડાના ઝાડમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.
આપઘાત કરનાર પરિણીતાના પિતાએ આક્ષેપ કર્યો છે કે બે દિવસ પૂર્વે જ તેમની પુત્રીએ ‘મને તેડી જાવ મને મારી નાખશે’ તેવો ફોન કરતાં માવતર પક્ષ તેણીને તેડવા ગયા હતાં ત્યારે સમાજના આગેવાનોના કહેવાથી સમાધાન કર્યુ હતું અને મારી પુત્રીને મારીને લટકાવી દીધી હોવાનો સનસનીખેજ આક્ષેપ કર્યો છે. પરિણીતાના મોતથી પરિવારમાં કરૂણ કલ્પાંત સર્જાયો છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, વિંછીયા તાલુકાના બેલડા ગામે રહેતી કૈલાશબેન વિશાલભાઈ તલવાડીયા નામની 24 વર્ષની પરિણીતા પોતાની વાડીએ હતી ત્યારે બપોરના અરસામાં લીમડાના ઝાડમાં દોરડુ બાંધી ગળેફાંસો ખાઈ લીધો હતો. પરિણીતાને બેશુધ્ધ હાલતમાં તાત્કાલીક સારવાર માટે જસદણ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં ફરજ પરના તબીબે જોઈ તપાસી પરિણીતાને નિષ્પ્રાણ જાહેર કરતાં પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી.
પરિણીતાને મારીને ઝાડમાં લટકાવી દીધી હોવાનું માવતર પક્ષના આક્ષેપના પગલે પરિણીતાના મૃતદેહને ફોરેન્સી મોસ્ટ મોર્ટમ અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે.
પ્રાથમિક પુછપરછમાં મૃતક કૈલાસબેન ગઢડા તાલુકાના કેરાળા ગામે માવતર ધરાવે છે અને તેણીના પાંચ વર્ષ પૂર્વે જ વિશાલ તલવાડીયા સાથે લગ્ન થયા હતાં. તેણીને દામ્પત્ય જીવ દરમિયાન બે પુત્રનો જન્મ થયો હતો અને મૃતક પરિણીતા ખેતી કામ કરતી હોવાનું જાણવા મળ્યું છે. મૃતક પરિણીતાના પિતા બીજલભાઈ રામજીભાઈ દેવાણીએ જણાવ્યું હતું કે પુત્રી કૈલાસના લગ્ન થયા ત્યારથી તેનો પતિ મારકુટ કરતો હતો અને જુગાર રમવાની ટેવ ધરાવતો હોવાથી બહાર ગામ ફરવા ચાલ્યો જતો હતો અને કોઈ કામ ધંધો કરતો ન હતો.
કૈલાસબેન તલવાડીયાને સાસુ કાંતુબેન પણ ત્રાસ ગુજારતા હતાં. કૈલાસબેનનો પતિ વિશાલ તલવાડીયા જુગારમાં દાગીના હારી ગયો છે અને જેને લઈને પતિ અને સાસુ સિતમ ગુજારતા હતાં. બે દિવસ પૂર્વે જ કૈલાસબેને પિતા બીજલભાઈ દેવાણીને ફોન કરીને ‘તમે મને તેડી જાવ, મને મારી નાખશે’ તેવી જાણ કરતાં પિતા સહિતનો પરિવાર કૈલાસબેનને તેડવા માટે ગયો હતો. પરંતુ સમાજના આગેવાનોને મધ્યસ્તીથી સમાધાન થયું હતું. સમાધાન થયાના બે દિવસ બાદ કૈલાસબેનના સસરાએ બીજલભાઈ દેવાણીને ફોન કરી તમારી પુત્રીએ ગળાફાંસો ખાઈ લીધો છે અને અમે તેને બોટાદ હોસ્પિટલે લઈ ગયા છીએ તમે હોસ્પિટલે આવો તેવી જાણ કરી હતી. પરંતુ પુત્રીને અવારનવાર ત્રાસ આપતા સાસરીયાએ મારીને લટકાવી દીધી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. પોલીસે આક્ષેપના પગલે મૃતદેહને ફોરેન્સીક પોસ્ટ મોર્ટમ કરાવ્યું છે અને પોસ્ટ મોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ પરિણીતાના મોતનું કારણ બહાર આવશે તેવું પોલીસ સુત્રોમાંથી જાણવા મળ્યું છે.
પુત્રી ઝાડ પર ચડી ન શકે તેને મારીને લટકાવી દીધી છે: પિતા
વિંછીયાના બેલડા ગામે કૈલાસબેન તલવાડીયાએ લીમડાના ઝાડમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાની ઘટના પ્રકાસમાં આવતાં ચકચાર મચી જવા પામી છે ત્યારે ગઢડાના કેરાળા ગામે રહેતા કૈલાસબેનના પિતા બીજલભાઈ દેવાણીએ સનસનીખેજ આક્ષેપ કર્યો છે કે કૈલાસબેનનો પતિ વિશાલ તલવાડીયા જુગાર રમવાની કુટેવ ધરાવતો હતો અને જુગારમાં કૈલાસબેનના દાગીના હારી ગયો છે. લગ્ન થયા બાદ પતિ અને સાસુ ત્રાસ ગુજારતા હતાં બે દિવસ પૂર્વે જ પુત્રીએ ફોન કરી ‘મને તેડી જાવ નહીંતર આ લોકો મારી નાખશે’ તેવો ફોન પણ કર્યો હતો. બાદમાં સમાધાન થયું હતું. મારી પુત્રી લીમડાના ઝાડ