મોરબીથી હાજીપીર જવા નીકળેલા યુવાનનો કચ્છમાંથી મૃતદેહ મળ્યો
મોરબીથી પગપાળા હાજીપીર જવા નીકળેલો યુવાન ગુમ થયા બાદ માધાપર નજીક બાવળની ઝાડીઓમાંથી મૃત મળી આવ્યો હતો. જયારે નખત્રાણામાં 32 વર્ષીય યુવાને ઘર કંકાસના કારણે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધો હતો. મોરબીમાં રહેતા 45 વર્ષીય અલારખા કરીમ માલાણી મૃત હાલતમાં મળી આવ્યો હતો.બનાવ ગુરુવારે બપોરે સાડા ત્રણ વાગ્યાના અરસામાં સામે આવ્યો હતો.
હતભાગી મોરબીથી હાજીપીરની દરગાહે પગપાળા જઈ રહ્યો હતો.ગત 21 એપ્રિલના માધાપરમાં આવેલ દરગાહ પર રાત્રી રોકાણ કર્યો હતો.એ દરમિયાન હતભાગી એકએક ગાયબ થઇ ગયો હતો.જેની પરિવારજનોએ શોધખોળ આદરી હતી.તેવામાં માધાપરમાં આવેલા નાયરા પેટ્રોલપંપ સામે બાવળની ઝાડીઓમાંથી તેનો મૃતદેહ મળી આવ્યો હતો. બીજી તરફ નખત્રાણામાં રહેતા 32 વર્ષીય બીપીનભાઈ ધીરજલાલ વાળંદે આત્મઘાતી પગલું ભરી લીધું હતું.બનાવ ગુરુવારે બાર વાગ્યાના અરસામાં બન્યો હતો. હતભાગીની પરિવાર સાથે બોલાચાલી થઇ હતી.જે બાબતનું મનમાં લાગી આવતા પોતાના ઘરે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.
જે મામલે નખત્રાણા પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કર્યો છે. નખત્રાણામાં ઘર કંકાસમાં યુવાને ફાંસો ખાઈ આપઘાત કર્યો મોકલવાની તજવીજ હાથ ધરી છે. બીજી તરફ નખત્રાણામાં રહેતા 32 વર્ષીય બીપીનભાઈ ધીરજલાલ વાળંદે આત્મઘાતી પગલું ભરી લીધું હતું.હતભાગીની પરિવાર સાથે બોલાચાલી થઇ હતી.જે બાબતનું મનમાં લાગી આવતા પોતાના ઘરે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.જે મામલે નખત્રાણા પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કર્યો છે.