પોરબંદરના દરિયામાંથી ફરી 1800 કરોડનું ડ્રગ્સ ઝડપાયું
કોસ્ટગાર્ડ અને એટીએસનું સંયુક્ત ઓપરેશન, પાકિસ્તાની બોટમાં આવેલા ડ્રગ્સ સ્મગલરો દરિયામાં 300 કિલો ડ્રગ્સ ફેંકી ભાગ્યા
સૌરાષ્ટ્રના દરિયામાં એટીઅસ અને કોસ્ટગાર્ડની ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધરી 1800 કરોડનું 300 કિલો ડ્રગ્સ ઝડપી પાડયું છે. ડ્રગ્સ સ્મગલરો એટીએસ અને કોસ્ટગાર્ડની ટીમને જોઇ ડ્રગ્સનો જથ્થો દરીયામાં ફેંકી પાકિસ્તાની બોટ ચાલકો ભાગ્યા હતા. પોરબંદરથી 190 કિલોમીટર દુર આ ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું.
કોસ્ટ ગાર્ડની શીપને જોઈને, પાકિસ્તાની બોટચાલકો ડ્રગ્સને દરિયામાં ફેંકીને ભાગ્યા પોરબંદરથી 190 કિલોમીટર દૂર દરિયામાં આ ઓપરેશન હાથ ધરાયું હતું. કોસ્ટ ગાર્ડની શીપને જોઈને, પાકિસ્તાની બોટના ચાલકો ડ્રગ્સને દરિયાના પાણીમાં ફેંકીને ભાગી ગયા હતા. જે બાદ કોસ્ટ ગાડે પાણીમાંથી ડ્રગ્સનો જથ્થો બહાર કાઢ્યો હતો. આ ઓપરેશન 12- 13 એપ્રિલે હાથ ધરાયું હતું.
ICGએ પોતાના જહાજો-વિમાનોને તહેનાત કર્યા હતા ભારતીય કોસ્ટ ગાર્ડ (ICG) અને ગુજરાત ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોર્ડ (ATS) એ એક મોટું ઓપરેશન હાથ ધર્યું છે. ગુજરાત અને મહારાષ્ટ્ર વચ્ચે અરબી સમુદ્રમાં 1800 કરોડનું ડ્રગ્સ ભરેલી બોટ જપ્ત કરવામાં આવી છે. આ કાર્યવાહી દરમિયાન, 300 કિલો મેફેડ્રોન (MD) ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે. આ માહિતીના આધારે શરૂૂ કરાયેલા આ ઓપરેશનમાં ICG એ પોતાના જહાજો અને વિમાનોને તહેનાત કર્યા હતા.
https://x.com/IndiaCoastGuard/status/1911603835790835713
300 કિલો મેફેડ્રોન (MD) ડ્રગ્સ જપ્ત કોસ્ટ ગાર્ડ અને ATSનું ઓપરેશન મોડી રાત સુધી ચાલુ રહ્યું. કોસ્ટ ગાર્ડની સ્પીડ બોટ અને જહાજોએ શંકાસ્પદ બોટને ઘેરી લીધી હતી અને ત્યાર બાદ તેને પકડી લીધી. ગુજરાત અને મહારાષ્ટ્ર વચ્ચેના દરિયાઈ વિસ્તારમાં આંતરરાષ્ટ્રીય દરિયાઈ સીમા રેખા (ઈંખઇક) નજીક 13 એપ્રિલની રાત્રે બોટને અટકાવવામાં આવી હતી. રાત્રીના એટીએસ અને કોસ્ટગાર્ડની ટીમે અંધારામાં પણ આ શંકાસ્પદ બોટને ઓળખી લીધી હતી. કોસ્ટ ગાર્ડ અને એટીએસની ટીમ આ શંકાસ્પદ બોટ નજીક આવતા બોટમાંથી ડ્રગ્સનો જથ્થો દરીયામાં ફેંકી પાકિસ્તાનની શંકાસ્પદ બોટ ભાગી ગઇ હતી. જેનો પીછો કરવામાં આવ્યો હતો.
આ માદક પદાર્થોનો જથ્થો પોરબંદર લાવવામાં આવ્યો હતો. કોસ્ટ ગાર્ડ અને એટીએસની ટીમે આ 13મું સફળ ઓપરેશન પાર પાડયું હતું.ગુજરાત ડ્રગ્સ દાણચોરીનું પ્રવેશદ્વાર બની ગયું છે ગુજરાત અને મહારાષ્ટ્રના દરિયાઈ વિસ્તારો ડ્રગ્સની દાણચોરી માટેનો મુખ્ય માર્ગ બની ગયા છે. તાજેતરના વર્ષોમાં, ICG અને ATSએ અનેક સંયુક્ત કામગીરીમાં મોટી માત્રામાં માદક દ્રવ્યો જપ્ત કર્યા છે. ગયા વર્ષે, એપ્રિલ 2024માં, ICGએ પોરબંદર કિનારા નજીક એક પાકિસ્તાની બોટમાંથી 86 કિલો ડ્રગ્સ (600 કરોડ રૂૂપિયાની કિંમત) જપ્ત કર્યું હતું અને 14 પાકિસ્તાની ક્રૂ સભ્યની ધરપકડ કરી હતી.
ફેબ્રુઆરી 2024માં, ભારતીય નૌકાદળ અને ગઈઇ એ પોરબંદર નજીક 3300 કિલો ડ્રગ્સ (3089 કિલો હશીશ, 158 કિલો મેથામ્ફેટામાઇન અને 25 કિલો મોર્ફિન) જપ્ત કર્યું. તેમની કિંમત 1300થી 2000 કરોડ રૂૂપિયા હતી.
ગુજરાતATSએ 7 વર્ષમાં 10277 કરોડના માદક પદાર્થ સાથે 163 આરોપીઓને ઝડપ્યા
ગુજરાત એટીએસની ટીમે છેલ્લા સાત વર્ષમાં ડ્રગ્સ સ્મગલરોની કમર તોડી નાખી ગુજરાતમાં માદક પદાર્થો ઘુસાડવાના મનસુબા ઉપર પાણી ફેરવી દીધું છે. એટીએસે વર્ષ 2018 થી એપ્રિલ 2025 સુધી દરિયાઇ માર્ગે માદક પદાર્થોની હેરાફેરીમાં કુલ 20 કેસ કર્યા છે. જેમાં 10277.12 કરોડનું 5454.756 કિલો માદક પદાર્થોનો જથ્થો ઝડપી લઇ કુલ 163 આરોપી ધરપકડ જેમાં 77 પાકિસ્તાની,34 ઇરાની,4 અફઘાની,2 નાઇજીરીયન તેમજ 46 ભારતીય નાગરિકોને ઝડપી લીધા હતા.