For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

નકલી ઇન્કમટેકસ રેડમાં ભાજપ કાર્યકર સહિતના ઝડપાયા

01:08 PM Aug 21, 2025 IST | Bhumika
નકલી ઇન્કમટેકસ રેડમાં ભાજપ કાર્યકર સહિતના ઝડપાયા

પોલીસે ડાકોરમાંથી દબોચી લીધા, મુખ્ય સૂત્રધાર ફરિયાદીના મામાનો દીકરો નીકળ્યો, 2.23 લાખ રોકડ, બે તોલા સોનુ રિકવર કરાયું

Advertisement

પાટડીના આદરીયાણામાં નકલી ઇન્કમટેક્સ ઓફિસર બની 6 શખસોએ ચલાવેલી લૂંટ્યો હતો. આ લૂંટનો પ્લાન તેના મામાના દીકરાએ ખાસ મિત્ર અને ડાકોર ભાજપના કાર્યકર સાથે મળી બનાવ્યો હોવાનું તેમજ પૈસાના ભાગ પડે તે પહેલાં 4 શખસો પકડાઇ ગયાનું સામે આવ્યું છે. અન્ય 5 શખસો તેમના ઇશારે રેડ કરવા ગયા હતા. હજુ ત્રણ શખસ ફરાર છે.જે પકડાયા બાદ નકલી આઇ-કાર્ડ અને નકલી બંદૂકનો ખુલાસો થશે. પાટડી તાલુકાના આદરીયાણા ગામમાં નકલી ઈન્કમટેક્સ ઓફિસરોએ નિતિનભાઈ માંડલિયા નામના સોનીના ઘરે લૂંટ ચલાવી હતી. જેમાં આરોપીઓએ કેસ પતાવવા પહેલા 10 લાખ અને પછી 6.50 લાખની માંગણી કરી હતી. ભયના માર્યે નિતિનભાઈએ 1.31 લાખ રોકડા અને 5.19 લાખ રૂૂપિયાનું 5.4 તોલા સોનું આપ્યું હતું.

જેમા ઝીંઝુવાડા પોલીસે ફરિયાદી નિતિનભાઈ માંડલિયાના ડાકોર ખાતે રહેતા સગા મામાના દીકરા રાકેશ જયંતીભાઈ સોની સહિત રાજ વિજયભાઈ પંડ્યા, મનોજ કમલેશ સિંધી અને નંદુ નરહરીભાઈ વાસ્તેકરની અટક કરી કોર્ટમાં રજૂ કરી 21 તારીખ સુધીના રીમાન્ડ મેળવવાની સાથે આરોપીઓ પાસેથી રૂૂ. 2.23 લાખ રોકડા અને બે તોલા સોનુ રીકવર કરાયું હતું.

Advertisement

રાજની સ્કોર્પિયોનો સ્પેશિયલ નંબર 0100, અન્ય મુદ્દામાલ ફરાર આરોપી પાસે લૂંટ કેસમાં આરોપી રાજ પાસેથી રૂૂ. 2.23 લાખ રોકડા અને બે તોલા સોનુ રીકવર કરાયું હતું જ્યારે બાકીનો મુદામાલ ફરાર આરોપી પાસે હોવાનું તેણે રટણ કર્યું છે. 5 મહિના પહેલા રાજ પંડ્યાએ નવી સ્કોર્પિયો કારમાં સ્પેશિયલ નંબર જીજે 07 ડીએચ 0100 લીધો છે.

ત્યારે કારના ક્યાંથી રૂૂપિયા આવ્યા તેની પણ તપાસ થાય તો ઘણું બધું બહાર આવી શકે તેમ છે. લૂંટ બાદ રાજે મુદ્દામાલ પોતાની પાસે રાખ્યો લૂંટ કરી રોકડા અને સોનાના દાગીના મળી રૂૂ. 6.50 લાખનો મુદામાલ રાજ વિજયભાઈ પંડ્યાએ પોતાની પાસે રાખ્યો હતો. રૂૂ. 2.23 લાખ રોકડા, બે તોલા સોનુ રીકવર કરાયું છે. બાકીનો મુદામાલ ફરાર આરોપી પાસે હોવાનું રટણ કર્યું છે. રાજના પિતાનો ઓડિયો વાયરલરાજના પિતા : મારો છોકરો ભાજપમાં ગાંધીનગરમાં કાર્યરત છે. જેમાં તેની ઓળખાણ અને ઉઠક બેઠકભાજપના એમએલએ, મંત્રીઓ સહિત તમામ લોકો જોડે છે. તેમ છતાં અમે મારા છોકરાને છોડાવવા માટેકોઈ ઓળખાણ વાપરી નથી. ત્યારે મારા છોકરાને છોડાવવા માટે 6.50 લાખ પરત આપવા માટે પણ હુંતૈયાર છું અને આ રૂૂપિયા હુ મારું ઘર ગીરો મૂકી અને આ પૈસા પરત આપત.

આ લૂંટ કેસમા પોલીસ તપાસમાં આરોપીઓએનકલી બંદૂક સાથે રાખી આ લૂંટ કરી હોવાનું જણાવ્યુંહતું. જેમાં અન્ય ફરાર બે આરોપીઓ ઝડપાયા બાદજ આ કેસમાં ઉપયોગમા લેવાયેલી બંદૂકનો પણખુલાસો થશે પોલીસે એ દિશામાં પણ તપાસનોધમધમાટ શરુ કર્યો છે.આરોપીઓએ નકલી બંદૂક સાથે રાખી આ લૂંટ કરી હોવાનું પોલીસ સમક્ષ કબૂલ્યું

Advertisement
Tags :
Advertisement
Advertisement