For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

આટકોટ કન્યા છાત્રાલય દુષ્કર્મ કેસમાં 40 દિવસથી ફરાર ભાજપના નેતા પોલીસ શરણે

12:18 PM Sep 06, 2024 IST | Bhumika
આટકોટ કન્યા છાત્રાલય દુષ્કર્મ કેસમાં 40 દિવસથી ફરાર ભાજપના નેતા પોલીસ શરણે
Advertisement

આટકોટની ડી.બી.પટેલ ક્ધયા છાત્રાયલની વિદ્યાર્થિની સાથે બનેલી દુષ્કર્મની ઘટનામાં 40 દિવસ કરતાં વધુ સમય સુધી ફરાર રહ્યા બાદ આરોપી એવા ભાજપના નેતા પરેશ રાદડિયા નાટકીય ઢબે પોલીસમા હાજર થઈ ગયો હતો. અને આટકોટ પોલીસે આઇયુસીએડબલ્યુ યુનિટ પાસેથી આરોપીનો કબજો લીધો હતો. આજે રિમાન્ડની માંગણી સાથે તેને કોર્ટમાં રજૂ કરાશે. પરેશ રાદડિયાએ આગોતરા માટે અરજી કરી હોય જે નામંજુર થતાં અંતે પોલીસ શરણે થવું પડ્યું હતું.

આટકોટ શૈક્ષણિક સંકુલમાં બનેલી શર્મશાર કરતી ઘટનામાં વિદ્યાર્થિનીએ આટકોટના ટ્રસ્ટી અરજણ રામાણી, પાંચવડાના પૂર્વ સરપંચ મધુ ટાઢાણી, વીરનગર ગામના જિલ્લા પંચાયતના સદસ્યના પતિ અને આટકોટ ક્ધયા છાત્રાલયના ટ્રસ્ટી પરેશ પ્રેમજીભાઇ રાદડિયા સહિત કુલ ચાર સામે ફરિયાદ નોંધાવી હતી જેમાં પોલીસે મધુ ટાઢાણીની પહેલાં જ ધરપકડ કરી લીધી છે અને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યો હતો જ્યારે પરેશ રાદડિયા કેમેય હાથમાં આવતો ન હતો.રાજકીય ઓથ ધરાવતા નેતાને પોલીસ છાવરી રહી હોવાના ઘટનાક્રમ વચ્ચે પરેશે ધરપકડથી બચવા પહેલાં રાજકોટ સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી જે સેશન્સ કોર્ટે ફગાવી દીધી હતી આથી પરેશ માટે હાજર થવું જરૂૂરી બની ગયું હતું. સુત્રોમાંથી જાણવા મળ્યા મુજબ આગોતરા રદ થવાથી પરેશે સામેથી હાજર થવામાં જ શાણપણ સમજ્યું હતું અને આઇયુસીએડબલ્યુ યુનિટના પીઆઇ આર.એમ. રાઠોડ અને સ્ટાફ સામે હાજર થઇ ગયો હતો. પોલીસે તેની ધોરણસર અટકાયત કરી આટકોટ પોલીસને સોંપી દીધો છે અને આટકોટ પોલીસે તેની વિધિવત ધરપકડ કરી રિમાન્ડની માગણી સાથે આજે અદાલતમાં રજૂ કરશે. પરેશ રાદડિયા સામે આટકોટ પોલીસમાં આઇપીસીની કલમ 376 (1),376 (2) (એફ), 376 (ડી), 354 (એ), 504 અને 506 અનુસાર ગુનો નોંધાયો છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement