મુંબઈના ઝવેરી સાથે 14 કરોડની છેતરપિંડીમાં ફરાર નામચીન બિરજુ સલ્લા અમદાવાદથી પકડાયો
બે વર્ષ પહેલાં પ્લેન હાઇજેકિંગની ધમકીના કેસમાં ગુજરાત કોર્ટે બિરજુ સલ્લાને નિર્દોષ છોડ્યો હતો
બે વર્ષ પહેલાં પ્લેન હાઇજેકિંગની ધમકીના કેસમાં ગુજરાત કોર્ટે નિર્દોષ છોડેલા બિરજુ સલ્લાએ મુંબઈના એક ઉદ્યોગપતિ સાથે રૂૂ.12.77 કરોડના સોના, ચાંદી અને હીરાના ઝવેરીને છેતરપિંડી કરી હોય જે ગુન્હામાં તે મુબઈ આર્થિક ગુન્હા નિવારણ સેલના ચોપડે વોન્ટેડ હોય જેને અમદાવાદ ક્રાઈમ બ્રાંચની ટીમે ઝડપી લીધો છે. બિરજુ સલ્લા સામે અમદાવાદની ખાસ એનઆઈએ કોર્ટ દ્વારા એન્ટિ-હાઇજેકિંગ એક્ટ, 2016 હેઠળ સ્થાનિક ફ્લાઇટમાં વિમાનના શૌચાલયમાં ધમકી લખેલી ચિટ મૂકવા બદલ દોષિત ઠેરવવામાં આવેલા પહેલા વ્યક્તિ હતા. જોકે, ઓગસ્ટ 2023 માં ગુજરાત હાઇકોર્ટ તેને નીર્દોર્ષ છોડ્યો હતો. ત્યારબાદ બીરજુ સલ્લાએ પોતાનો કૌટુંબિક ઝવેરાતના વ્યવસાયને આગળ ધપાવવાનું નક્કી કર્યું.
તેથી તેણે ઝવેરી બજાર સ્થિત ઝવેરીઓ પાસેથી 5,947 ગ્રામ સોનું, 18,965 ગ્રામ ચાંદી અને હીરા વેચવા માટે લીધા. બાદ સલ્લાએ ઝવેરીને સોના, ચાંદી અને હીરાના પૈસા ચૂકવ્યા નહી તેમજ 18 નવેમ્બર, 2024 ના રોજ, સલ્લાએ એક ગ્રાહક એન્ટિક, હાથથી બનાવેલા ઘરેણાં ઇચ્છે છે, અને તે જૈન પાસેથી ઘરેણાં લેશે અને મંજૂરી વાઉચર ના આધારે ચૂકવણી કરશે - જેનો અર્થ એ થયો કે તે જે વેચશે તેના માટે ચૂકવણી કરશે અને બાકીના પાછા આપશે સોનાના ઘરેણાં, હીરા અને ચાંદીના વાસણો પસંદ કર્યા જેની કિંમત લગભગ ₹14 કરોડ છે તે ચૂકવ્યા નહી અને તે ભાગી ગયો હતો. જે મામલે મુંબઈ પોલીસની આર્થિક ગુના શાખા (ઊઘઠ) માં ફરિયાદ નોંધાયા બાદ તે વોન્ટેડ હતો જેને અમદાવાદ ક્રાઈમ બ્રાંચની ટીમે ઝડપી લઇ મુંબઈ પોલીસ હવાલે કરવા તજવીજ શરુ કરી છે.