બિહારના બાહુબલી અનંત સિંહ પર સોનુ-મોનુ ગેંગનું અંધાધૂંધ ફાયરિંગ
પૂર્વ ધારાસભ્યના કાફલા પર 70 રાઉન્ડ છોડાયા છતાં સુરક્ષિત
બિહારના મોકામાના પૂર્વ ધારાસભ્ય અનંત કુમાર સિંહ સમર્થક અને સોનૂ-મોનૂ ગેંગમાં જોરદાર ફાયરિંગ થયું હતું. કહેવાય છે કે, આ ફાયરિંગમાં પૂર્વ ધારાસભ્ય માંડ માંડ બચ્યા છે. પૂર્વ ધારાસભ્ય અનંત સિંહ આજે નૌરંગા જલાલપુરની મુલાકાતે ગયા હતા. આ ઘટના બાદ નૌરંગા ગામ પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે. બાઢ ડીએસપી ઘટના સ્થળે કેમ્પ કરી રહ્યા છે. કહેવાય છે કે, નૌરંગા જલાલપુર ગામમાં એક દબંગ દ્વારા એક ઘરમાં તાળું લગાવી દીધું હતું. તેને લઈને પૂર્વ ધારાસભ્ય અનંત સિંહ ગામમાં પહોંચ્યા હતા. હાલમાં ગામમાં ભારે તણાવ છે. બાઢ ડીએસપી રાકેશ કુમારે સોનૂ-મોનૂના ઘરે ફાયરિંગની વાત સ્વીકારી છે.
પોલીસને ઘટનાસ્થળેથી ત્રણ ખોખા પણ મળ્યા છે. આ ગોળીબારમાં છોટે સરકાર પણ માંડ માંડ બચ્યા છે. હાલમાં ગામમાં ભારે તણાવ છે અને કેટલાય પોલીસ સ્ટેશનની પોલીસ કેમ્પ કરી રહી છે.
ગોળીબારીની ઘટનાના થોડા સમય સુધી ઘટનાસ્થળ પર અફરાતફરીનો માહોલ છવાઈ ગયો હતો. ફાયરિંગ કરવાનો આરોપ સોનૂ-મોનૂ ગેંગ પર લાગ્યો છે. ઘટના બાદ પાંચ સ્ટેશનની પોલીસ પહોંચી અને મામલાને કાબૂમાં કર્યો. જાણકારી અનુસાર, પૂર્વ ધારાસભ્ય ગામના લોકોની ફરિયાદનું નિરાકરણ લાવવા માટે પહોંચ્યા હતા. ત્યાં લોકોની વાત સાંભળી રહ્યા હતાં. ત્યારે અપરાધીઓએ તેમના પર ફાયરિંગ કરી દીધું. કહેવાય છે. ધારાસભ્યના કાફલા પર પણ ફાયરિંગ કર્યું છે. બંને પક્ષમાં તણાવ છે. જાણકારી અનુસાર, કુલ 60થી 70 રાઉન્ડ ફાયરિંગ કર્યું છે.
કહેવાય છે કે અનંત સિંહના કાફલા પર ગોળી ચલાવનાર સોનૂ મોનૂ ગેંગના લોકો હતા. ઘટના બાદ પોલીસ ગામમાં પહોંચી અને આખી ફોર્સ સાથે કેમ્પ કરી રહી છે. બાઢના એએસપી પણ ઘટનાસ્થળે પહોંચ્યા છે અને તપાસ કરી રહ્યા છે.ત્યાર બાદ અનંત સિંહનો કાફલો ત્યાંથી સુરક્ષિત નીકળી ગયો.
--