એકના ડબલ કરવાની લાલચ આપી બોટાદના ખેડૂત પાસેથી ભુવાએ 1 કરોડ રૂપિયા ખંખેર્યા
વિશ્વાસમા આવી 29 જાન્યુઆરી 2024ના રોજ કાંતીભાઈએ 10 લાખ રૂૂપિયા આપી દીધા. અનવરે વિધી કરીને થેલો ઘેર રાખવા કહ્યું અને દોરો ન ખોલવો કહી જતાં રહ્યા હતા. 3 ફેબ્રુઆરીએ અનવર, વજુભાઈ અને બચુભાઈ ઠાકોર ફરી આવ્યા. તેમણે પાણી ભરેલા કેરબામાં શેમ્પુ, અત્તર અને કાગળ નાખીને 500 અને 20 રૂૂપિયાની નોટ કાઢી ખેડૂતનો વિશ્વાસ જીત્યો. પછી કાંતીભાઈએ ઘરે રાખેલા વધુ 15 લાખ આપ્યા. અનવરે રૂૂમમાં વિધી કરીને તાળા મારી તાબા રાખ્યા. બાદમાં 17 લાખ ટકાવારી તરીકે પણ પડાવ્યા. પછી અનવરે કહ્યું કે ગુરૂૂના આશીર્વાદથી મોટા કામ થશે અને વધુ રૂૂપિયાની જરૂૂર છે.
વિશ્વાસમાં આવી ખેડૂત પરિવારએ 3 લાખ, 8 લાખ (આંગડિયા મારફતે), 20 લાખ, 7 લાખ, 5 લાખ, 10 લાખ અને 50 હજાર રૂૂપીયાં જુદી જુદી તારીખે આપ્યા. 29 જૂન 2024ના રોજ 11 લાખ રૂૂપિયા સાથે કાંતીભાઈના દીકરાઓ જુનાગઢ ગયા હતા. અનવરે ગુરૂૂના આશ્રમમાં વિધી કરાવી 30 બોક્સ આપ્યા હતા. પરંતુ બે દિવસ પછી બોક્સ ખોલતાં તેમાં મનરંજન માટેના નોટોના 500, 200,100,,50 અને 20ના બંડલ મળતાં છેતરપીંડીનો ભાંડો ફૂટ્યો. ત્યારબાદ કાંતીભાઈએ અનવર ઉર્ફે સલીમબાપુ, વજુભાઈ પગી અને બચુભાઈ ઠાકોર વિરુદ્ધ કેરાળા જી.આઈ.ડી.સી. પોલીસમાં ફરીયાદ નોંધાવી. પોલીસે આ ત્રણેય વિરુદ્ધ છેતરપીંડીનો ગુનો નોંધી કાનૂની કાર્યવાહી શરૂૂ કરી છે.
વિજ્ઞાન જાથાના ચેરમેન જયંતભાઇએ આક્ષેપ સાથે જણાવ્યુ હતુ કે એકના ડબલ કરવાના કિસ્સામાં ભૂવા બે પદ્ધતિ અપનાવતાં હોય છે. એક કેમિકલમાં કાગળ નાંખી ચલણી નોટ બનાવે છે. બીજી તેમના પાસેના ખાલી થેલામાં નાણાં બહાર લાવે છે. આ બંને તરકીક હાથની ચાલાકી છે.
કેમિકલયુક્ત નોટોને તમે કેશ ડિપોઝિટ મશીનમાં નાંખશો તો સ્વીકારશે નહીં. બીજી રીતમાં તેમના થેલાનું બંધારણ જ તે પ્રકારનું હોય છે. જે બહારથી જોતાં ખાલી લાગે પણ સ્વીટ્ચ દબાવતાં તેમાંથી નોટ બહાર આવે છે. આવા ભૂવા લોકોની સામે ક્યારે આ રીત નહીં અપનાવે તે ધાબા ઉપર કે સ્મશાન જેવી અવાવરૂૂ જગ્યાએ જ આ પદ્ધતિ અપનાવે છે. સંપૂર્ણ બેગ ખાલી કરવાનું કહેશો તો નહીં કરે.
આ કેસમાં ફરિયાદીના ભાઇએ જમીન વેચી હતી. તેના નાણાં અને ફરિયાદીની ખેતીની ઉપજના નાણાં ભેગા થયા હોવાથી કરોડપતિ બનાવાની લાલચ જાગી હતી. વજુભાઇ અને બચુભાઇ અનવરના સાગરિતો હોવાનું તેઓ જાણ ન હતા. આથી તેમના કહેવાથી ભૂવા અનવર ઉપર વિશ્વાસ આવ્યો હતો. ભાંડો ફૂટતાં ત્રણેયે ફોન બંધ કરી દીધા હતા.