ભાવનગર રેલવેના એન્જિનિયર રૂા.65 હજારની લાંચ લેતા ઝડપાયા
ભાવનગર રેલવે ડીઆરએમ કચેરીના આસિસ્ટન્ટ ઇલેક્ટ્રિક એન્જિનિયર ક્લાસ ટુ ને લાંચ-રુશ્વત ખાતા ના સ્ટાફે રૂૂ.65 હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપી લીધા હતા.
પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગરના ઇલેક્ટ્રીક કોન્ટ્રાક્ટર ને રેલવે ડીવીઝન ભાવનગર માંથી મળેલા કોન્ટ્રાક્ટ ના કામો નાં આશરે રૂૂપીયા દસ લાખ ની રકમ નાં રનિંગ બીલો ની મંજુરી/એપ્રુવલ આપવા પેટે બીલ ની રકમ નાં 4% લેખે એડવાન્સ તથા ફરીયાદી ને અન્ય એક વર્ક ઓર્ડર આપેલ હોઇ તેના પોઇન્ટ પાંચ ટકા લેખે ભાવનગર રેલવે ડીવીઝન કચેરીના આસિસ્ટન્ટ ઇલેક્ટ્રિક એન્જિનિયર ક્લાસ ટુટિપ્પે સ્વામી લક્કામા દાસર એ રૂૂ. રૂૂ.65,000/- ની લાંચ ની માંગણી કરેલ હતી .પરંતુ ફરીયાદી લાંચનાં નાણાં આપવા માંગતા ના હોઇ એસીબી નો સંપર્ક કરી ફરીયાદ આપતા , આજરોજ લાંચનાં છટકાનું આયોજન કરવામાં આવેલ, આ લાંચનાં છટકા દરમ્યાન રેલવેના ક્લાસ ટુ અધિક કરીએ એ ફરીયાદી પાસે લાંચ નાણાં માંગી સ્વીકારતાં રંગેહાથ ઝડપાઈ ગયા હતા.