ભાવનગર પોલીસે 1.10 કરોડના સાયબર ફ્રોડના 3 આરોપી ઝડપ્યા
સાયબર ફ્રોડની ફરિયાદ નોંધાયા બાદ ભાવનગર પોલીસે આણંદના 3 આરોપીઓ ને ઝડપી પાડયા હતા .જે સોનામાં ઓનલાઇન ટ્રેડિંગ કરી નફાની લાલચ આપી લોકો સાથે ઠગાઈ કરતા ભાવનગરમાં નોંધાયેલી ફરિયાદના આધારે ઝડપી પાડ્યા હતા. ભાવનગર શહેરમાં સાયબર ફ્રોડની ફરિયાદના આધારે પોલીસે ઓનલાઈન સોનામાં ટ્રેડિંગના બહાને વિિંાંત://ૂૂૂ.લતલરડ્ઢફી.દશા વેબસાઈટ પરથી લોકો સાથે ઠગાઈ કરી હતી.
જેમાં 1,10,50,000 રૂૂપિયા અલગ અલગ બેન્ક એકાઉન્ટમાં મેળવ્યા હતા. જે આરોપીઓ (1) જાબીરહુસેન ઝાકીરહુસેન મલેક ઉ.25 રહે 3, અક્ષા પાર્ક, હાસિયાના સોસાયટી, વાલમી રોડ, આણંદ (2)સમીર મીયા ઉર્ફે અરમાન સિદિકમિયા મલેક ઉ.28 રહે જૂની ઇન્દિરા નગરી,રાવલી, પેટલાદ, આણંદ (3) અફઝલ યાસીનમિયા વોહરા ઉ.31 રહે ઈનામ પાર્ક, સોસાયટી, સલાટીયા રોડ આણંદ એ લોકોને 0.6 થી 1 સુધી યુએસિડિટી પ્રોફિટની લાલચ આપી ઠગાઈ કરતા ક પોલીસે ઝડપી પાડી કોર્ટમાં હાજર કરતા કોર્ટે 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.