ભાવનગરના વેપારીને GST અધિકારીની ઓળખ આપી 51 લાખ માંગ્યા
ભાજપના મહિલા કાર્યકર, પત્રકાર સહિત ત્રણેય ‘તોડબાજ’ને પોલીસને સાથે રાખી ઝડપી લીધા
ભાવનગર જિલ્લામાં તળાજા ના દાઠા ગામે સોની વેપારી ને ત્યાં ચાંદી નું છત્તર ખરીદી કરી, છત્તરની કિંમત ઓન લાઈન વેપારીને ચૂકવ્યા બાદ જીએસટી વાળું બિલની માગણી કરી,વેપારી એ થોડી વાર ખમો તેમ કહેતા છત્તર ખરીદવા આવેલ મહિલાએ પોતે અને પોતાની સાથે રહેલ ઈસમ જીએસટી અધિકારી હોવાનું કહી દુકાનને સિલ મારી દઈને બધાજ ને જેલમાં એવા ફિટકરી દેવાની ઘરમાં જઇ ધમકી આપ્યા બાદ જો પતાવટ કરવી હોય તો 51લાખ રૂૂપિયા ની માગણી કર્યા બાદ 11 લાખ રૂૂપિયામાં પતાવટ કરી હતી.એ રકમ ભગુડા રોડ પર આવેલ હરિહર હોટલે આવીને આપી જવાનું મહિલા એ કહેલ. એ સમયે વેપારી ને શંકાજતા તેઓએ દાઠા પોલીસની મદદ લીધી હતી.વેપારી અને પોલીસ બંને હરિહર હોટલે રૂૂપિયા લઇ પહોંચી ને તોડબાજ મહિલા સહિત ત્રણ ને રંગે હાથે ઝડપી લીધા હતા.વેપારીએ મહિલા સહિત ત્રણેય ની વિરુદ્ધ માં દાઠા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
તળાજા સહિત જિલ્લાના સોની વેપારીઓ અને મીડિયા જગતમાં ચકચાર મચાવતા બનાવની દાઠા પોલીસ પાસેથી મળતી વિગતો મુજબ દાઠા ગામે મોમાઈ જવેલર્સ નામે સોના ચાંદી નો વેપાર કરતા મેહુલભાઈ ચીમનભાઈ સાગર (ઉ.વ.35) એ એક મહિલા કોમલબેન ત્રિવેદી,હિરેન ચૌહાણ,આર્ટિકા કાર નો ચાલક દિનેશ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદીનો આરોપ છે કે સવારે પોણા અગિયારેક વાગ્યે ફરિયાદીના મોબાઈલ પર ફોન આવેલ.જેમાં ટ્રુ કોલર મા નામ કોમલ ત્રિવેદી બતાવેલ.આ મહિલા એ ફોનમાં પોતાને ચાંદી નું છત્તર લેવું છે તેમ કહેતા વેપારી એ પોતાની દુકાન અને ઘર એકજ હોય દુકાન ખોલી ને છત્તર નું વેચાણ કરેલ.જેની કિંમત મહિલા એ રૂૂ.1450/- ઓન લાઈન ચૂકવીને જીએસટીવાળુ બિલ માગેલ.દુકાનદાર એ દુકાન ખોલીજ છે થોડી વાર ખમો આપું તેમ કહેતા મહિલા એ પોતે જીએસટી અધિકારી હોવાની અને તેની સાથેના હિરેન ચૌહાણ અધિકારી હોવાની ઓળખ આપી હતી.કાર્ડ માંગતા મહિલા એ દૂર થી કાર્ડ દેખાડેલ દુકાનદારને ધમકી આપવા લાગેલ કે તમારી દુકાન ને સિલ મારી દઇશું. આથી દુકાનદાર ઘર બાજુમાંજ હોય ત્યાં લઇ ગયેલ. ત્યાં આ મહિલા એ બધાને જેલમાં પુરી દઈશું. એવો કેસ બનાવીશું કે આખી ઝીંદગી નહિ છુટી શકો.જો તેમ ન કરવું હોય તો રૂૂ.51 લાખ આપો ની માગણી કરી હતી.
બાદ 21 લાખ અને બાદ 11 લાખ મા પતાવટ થઈ હતી. મહિલા એ જણાવેલ કે રૂૂપિયા ની વ્યવસ્થા કરી રાખો ત્યાં અમે ભગુડા દર્શન કરી આવીએ.બાદ વેપારી પર ફોન આવેલ કે ભગુડા નજીક હરિહર હોટલ છે ત્યાં આવી જાવ. એ સમયે ફરિયાદી મેહુલ સાગર ને શંકા જતા તેઓએ દાઠા પોલીસ મથકે આવી પોલીસ કર્મી માયાભાઈ અને દિગુભા ને સઘળી હકીકત થી વાકેફ કર્યા હતા.
પોલીસ જવાનો અને ફરિયાદી બંને હરિહર હોટલ પર પહોંચ્યા હતા જ્યાં આરોપીઓ હાજર હતા.ત્યાં આરોપી કોમલબેન એ રૂૂપિયા માગતા પોલીસકર્મીઓ દ્વારા જીએસટી અધિકારી હોવાનું કાર્ડ માગતા કાર્ડ ન આપતા પોલીસ મથકે આર્ટિક કાર નં.જીજે-04ડી.એન.-9117 સાથે ત્રણેય આરોપી ને પોલીસ મથકે લાવવામાં આવ્યા હતા. આરોપીઓ જીએસટીના અધિકારી ની ખોટી ઓળખાણ આપતા અને બળજબરી પૂર્વક વેપારી પાસેથી પૈસા પડાવવા માગતા અને ઠગાઈ કરવાં માગતા હોય વેપારી એ ત્રણેય ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે બી.એન.એસ ની કલમ 308(6), 318(2), 319(2), 204,54 મુજબ કાર્યવાહી હાથ ધરેલ છે.
અમોને એવા ધમકાવ્યા કે છાતીમાં દુખવા લાગ્યું
ફરિયાદી મેહુલ સાગર એ આપવીતી જણાવી હતીકે અમોને જીએસટીના અધિકારીની ઓળખ આપી ઘરમાં આવી ને અમારા ઘરમાં મમ્મી, ભાભુ,બહેન સહિતની મહિલાઓ અને ભાઈ હતા સૌને ફિટ કરી દેવાની અને સિલ મારી દેવાનું કહી એવા ધમકાવ્યા કે અમારા પરિવારના સભ્યો ને થોડીવાર તો છાતીમાં કૈક થવા માંડ્યું હતું.