સંબંધના દાવે ઉછીના આપેલા 6 લાખ ઓળવી જઇ ક્રિશ્ર્ચિયન વૃદ્ધા સાથે વિશ્ર્વાસઘાત
શહેરના મોટામવા વિસ્તારમાં આવેલા સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે આવાસ ટાઉનશીપમાં રહેતા ક્રિશ્ર્ચિયન વૃદ્ધાએ મહારાષ્ટ્રમા મકાન વેચેલુ હય જેના રૂપિયા આવેલા હોય જે પાડોશીએ તેના મિત્રને સંબંધના દાવે આપવાનું કહેતા વૃદ્ધાએ રૂા.6 લાખ આપ્યા હતા. બાદમાં પાડોશીના મિત્રએ આ રકમ પરત ન કરી હાથ ઉચા કરી લેતા વૃદ્ધાએ પોલીસમાં વિશ્ર્વાસધાતની ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
જાણવા મળતી વિગતુ મુજબ સ્પીડવેલપાર્ટી પ્લોટ નજીક લક્ષમણ ટાઉનશીપ બ્લોક નં.208માં ભાડે રહેતા કુશુમબેન ફ્રાન્સીસભાઇ ફર્નાનડીસ (ઉ.વ.65) નામના વૃદ્ધએ તાલુકા પોલીસ મથકમાં નોધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે આ ટાઉનશીપમાં બ્લોક નં.સી215માં રહેતા વિમલ ભીમજીભાઇ પૂજારાનું નામ આપ્યું છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ તેઓ ઉપરોકત સરનામે એકલા રહે છે. તેના પતિનું અવસના થઇ ગયુ છે. એકાદ વર્ષ પહેલા તેમનું મહારાષ્ટ્ર ખાતે આવેલુ મકાન રૂા.14 લાખમાં વેચાણ કરેલુ હોય અને રાજકોટમાં મકાન ખરીદવુ હોવાથી પાડોશમાં રહેતા હરુભા ગોવિંદજી ચૌહાણને વાત કરી હતી. જેથી છ મહિના પહેલા હરુભાએ કહેલુ કે હાલ તમારે મકાનમાં રોકાણ કરવુ ન હોય તો મારા મિત્ર વિમલ પૂજારાને રૂપિયાની જરૂરીયાત છે. જે બે ત્રણ મહિનામાં પરત આપી દેશે તેમ વાત કરતા તેમણે તા.18/10/2023ના રોજ હરુભા ચૌહાણના હસ્તક તેના મિત્ર વિમલ પૂજારાને રૂા.6 લાખ ઉછીના આપ્યા હતા. રૂપિયા 300ના સ્ટેમ ઉપર નોટરાઇઝ લખાણ કરી આ રૂપિયા 17-03-2024ના ચૂકવી આપવવાની પ્રોમીસરી નોટ લખી આપી હતી અને જામીનગીરી તરીકે કોટકબેંકના બે ચેક આપ્યા હતા.
બાદમાં લખાણનો સમય પુરો થતા વિમલભાઇ પાસેથી રૂપિયા પરત માંગતા હાલ મારી પાસે રૂપિયા નથી તમને ચેક આપેલા છે. તે બેંકમાં વટાવી નાખો તેવો ઉડાવ જવાબ આપ્યો હતો. ત્યારબાદ ફરી રૂપિયાની ઉઘરાણી કરતા આરોપીએ મે તમને અગાઉ ચેક આપેલા જ છે. હવે મારે તમને પૈસા દેવાના થતા નથી તમારે જે કરવુ હોય એ કરી લેજો એવો જવાબ આપતા વૃદ્ધાએ તેમની સાથે થયેલો વિશ્ર્વાસધાત અંગે તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.