સોની વેપારીનું 5.86 લાખનું સોનું લઈને બંગાળી ફરાર
અવારનવાર ફોન કર્યા છતાં સોનું ન આપતા ભગવતીપરાના શખ્સ સામે ગુનો નોંધાયો
શહેરમાં વધુ એક વખત બંગાળી કારીગર દાગીના બનાવવા આપેલું રૂૂ.5.86 લાખનું સોની વેપારીનું સોનુ લઇ પરત ન આપતા વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાઈ હતી.આ મામલે આરોપીને સકંજામાં લેવા તજવીજ શરૂૂ કરી છે.
વધુ વિગતો મુજબ,રાજકોટ શહેરના હથિખાનામાં રહેતા સોની વેપારી જીજ્ઞેશભાઈ દામોદરભાઇ પાટડીયાએ ફરિયાદમાં જહાગીર આલમ અકશેદ આલમ શેખ(રહે.ભગવતીપરા સુખસાગર હોલ પાસે) સામે વિશ્વાસઘાત અંગે ફરિયાદ નોંધાવી છે.
વેપારીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે,હું સોની બજાર બોઘાણી શેરી મધુવન ચેમ્બર્સમાં ઓફીસ નંબર-109 માં ઓમ ટચ લેબ-ઓમ ચેઇન નામની દુકાન છેલ્લા બાવીસ વર્ષથી હુ ચલાવુ છુ અને સોનીકામ કરુ છુ અને અમારી ચેમ્બરમા આવેલ ટચની ઓફિસ છેલ્લા પાચેક વર્ષથી અવાર નવાર આ જહાગીરભાઈ આલમ અકશેદ શેખ ટચ કઢાવવા આવતા હોય જેથી તેમને હુ છેલ્લા પાચેક વર્ષથી ઓળખુ છુ અને તેઓ અમારી દુકાને દાગીનાની અલગ અલગ પેટર્ન બતાવવા આવતા હતા.
ગઇ તા.17/03 ના રોજ હુ મધુવન ચેમ્બર્સમા દુકાન નં-109 મા હતો ત્યારે મારી પાસે જહાગીર આલમ અકશેદ આલમ શેખ એવેલ અને મને જણાવેલ કે તમે મને દાગીના બનાવવા માટે કામ આપો જેથી મે તેમને 60.432 ગ્રામ 24 કેરેટ ગોલ્ડ વાઉચરથી તેમની સહિ લઇ અને આપેલ હતુ.જેની કિમત રૂૂ. 5,86,190/- જેટલી થાય અને તેમણે મને જણાવેલ કે હુ તમોને ચેઇન ડોકીયાની તમોએ આપેલ ડિઝાઇન મુજબ 10 દિવસમાં આપી દઇશ તેમ જણાવી અને મારી દુકાનેથી જણાવ્યા મુજબનુ સોનુ લઇ અને દાગીના બનાવવા માટે લઇ ગયો હતા અને ત્યારબાદ મે તેમને દશેક દિવસ બાદ કોલ કરતા તેમના ભાણેજ રફિક ભાઇએ ફોન ઉપાડેલ અને કહ્યું કે મારા જહાગીર મામાને છાતીમા દુખાવો થતા તેમને દવાખાને દાખલ કર્યા છે.તમોને ત્રણ ચાર દિવસ બાદ તમારા દાગીના બનાવી અને પરત આપી જશે તેઓ સોનુ પરત આપતા ના હોય જેથી આ જહાંગીર વિરુદ્ધ વિશ્વાસઘાત અંગે ફરિયાદ નોંધાવી હતી.
સોની વેપારીએ વેચવા આપેલા ચાંદીના 4.50 લાખના દાગીના કર્મચારી ઓળવી ગયા
150 ફૂટ રીંગ રોડ ઉપર ઋષિકેશ એજોટીકામાં ફલેટ નં. 1001માં અને ભુપેન્દ્ર રોડ પર યોગી કોમ્પ્લેક્ષમાં શ્રીજી ઓર્નામેન્ટ નામે દુકાન ધરાવતા રમેશચંદ્ર નારણદાસ પાલા (ઉ.વ. 65)એ તેને ત્યાં નોકરી કરતાં માધવદાસ જેન્તીલાલ ફીચડીયા (રહે. ઓમ પાર્ક મેઈન રોડ, મોરબી રોડ)ને વેચાણ માટે આપેલા રૂૂા.4.50 લાખના ચાંદીના દાગીના ઓળવી જઈ વિશ્વાસઘાત કર્યાની એ-ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.રમેશચંદ્રએ પોલીસને જણાવ્યુંકે આરોપી છેલ્લા નવ વર્ષથી તેની દુકાનમાં નોકરી કરે છે. તેમજ તેની દુકાનનું સિલ્વરનું તમામ કામ આરોપી કરતો હતો. ગઈતા. 26-1નાસવારે તેણે આરોપીને રૂૂા.4.50 લાખના ચાંદીના ઘરેણા આપી તેનું ટ્રાવેલીંગ વાઉચર બનાવ્યું હતું.તે તા.27ના દુકાને પરત આવી કાલે દાગીના આપેલા તે તમામ વાઉચર મુજબના ઘરેણા અમરેલીના બાલમુકુંદ જ્વેલર્સને વેચી નાખ્યા છે. જે તમને ઓળખે છે એક માસ બાદ પેમેન્ટ આપી દેશે તેમ જણાવ્યું હતું. એકાદ માસ બાદ તેણે આરોપી પાસે પૈસાની માંગણી કરતાં હજુ પૈસા આવ્યા નથી. એકાદ માસ બાદ પૈસા આપશે તેવો જવાબ આપ્યો હતો. ત્યારબાદ માર્ચમાં આરોપી હોસ્પિટલમાં દાખલ થયો હતો. તેને અવાર-નવાર પૈસા બાબતે વાત કરતાં આરોપીએ હોસ્પિટલમાં દાખલ છીએ તેમ જણાવતા હતા.તપાસ કરતાં તેણે કોઈ દાગીના વેંચ્યા ન હોવાનું જાણવા મળતા ફરી આરોપી પાસે માગણી કરી હતી. પરંતુ આરોપીએ પૈસા થશે ત્યારે આપી જઈશ. બાકી તમે પૈસા ભુલી જજો તેમ કહી દેતા એ ડિવિઝનમાં ફરિયાદ નોંધાવી હતી.