For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રાજકોટની સોનીબજારમાંથી બંગાળી કારીગર 1 કરોડનું સોનુ લઇ ફરાર

01:24 PM Sep 16, 2025 IST | Bhumika
રાજકોટની સોનીબજારમાંથી બંગાળી કારીગર 1 કરોડનું સોનુ લઇ ફરાર

બંગાળી કારીગર એક દિવસ પહેલા કામે રહયો, બીજા દિવસે 1349.330 ગ્રામ સોનુ લઇ ભાગી ગયો

Advertisement

કારીગરોએ બીજા દિવસે દુકાનમાં ગયા ત્યારે ટેબલના ખાના ખુલ્લા હતા, સોનુ ગાયબ જણાતા ફરિયાદ નોંધાવી

શહેરના સોનીબજારમાં વધુ એકવાર બંગાળી કારીગર દાગીના બનાવવા આપેલું સોનુ લઇ ફરાર થઇ ગયો હતો.પ્રહલાદ પ્લોટ દિગ્વિજય મેઈન રોડ પર રહેતા તરૂણભાઇ કનૈયાલાલ પાટડીયા (ઉ. વ. 63)એ દાગીના બનાવવા માટે રાખેલું 1349.330 ગ્રામ 1.01 કરોડનું સોનુ પશ્ચિમ બંગાળના કારીગર સફીફુલ શેખ ચોરી કરી લઇ જતા એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી.

Advertisement

તરૂણભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે,તેઓ સોની બજાર ગોલ્ડન માર્કેટ પાસે શ્રી હરી ઓર્નામેન્ટ નામની સોનાના જવેલર્સ નામની દુકાન ધરાવી સોનાના ઘરેણાનો વેપાર કરે છે અને સોની બજારમાં આર. એચ. જવેલર્સની પાછળ ગોલ્ડન માર્કેટ વાળી શેરી પહેલા માળે અમારી માલીકીની જગ્યા આવેલ છે ત્યા સોનાના દાગીના બનાવવાનુ કામ કારીગરો કરે છે.ગઇ તા.27/05ના રોજ સવારના જાહિદ મલીક ઉર્ફે રાજ નામનો કારીગર મારે ત્યાં આઠ નવ મહીનાથી કામ કરે છે અને તેમનો જાણીતો સફિકુલ શેખ વાળાને કામે રહેવુ હોય જેથી અમોએ તેમને તેમનુ આધાર કાર્ડ માંગ્યું હતુ અને ત્યારે આ સફિકુલ શેખએ કાલે પોતે પોતાનુ આધાર કાર્ડ આપવાનુ જણાવેલ હતુ અને ત્યારબાદ આ સફિકુલ શેખ જુના કારીગર રાજ સાથે કામ કરવા લાગી ગયો હતો અને બીજા દિવસે સવારે દશેક વાગ્યે મારા ફોનમા જુના કારીગર રાજનો ફોન આવેલ અને જણાવેલ કે અમે રાત્રીના આશરે બે વાગ્યા સુધી કામ કરતા હતા બાદ દુકાન બંધ કરી દુકાનને તાળુ મારી અમો બધા રામનાથપરા શેરી નં-04 મા રહેતા હોય ત્યા જતા રહ્યા હતા.

ત્યારબાદ તા.27/05ના રોજ સવારના મારી સાથે કામ કરવા આવેલ કારીગર સફીકુલ શેખ અમારા રહેણાંક મકાનેથી રાત્રીના સમયે કોઇને કહ્યા વગર ચાવી લઇ અને આપણા કામ કરવાના સ્થળે જઇ અને તમોએ અમોને કામ કરવા માટે આપેલ સોનુ 1349.330 ગ્રામ 18 કેરેટ વાળુ સોનુ જે સોની બજારમા આર.એચ. જવેલર્સની પાછળ ગોલ્ડન માર્કેટ વાળી શેરી પહેલા માળે આપણા કામ કરવાના સ્થળે ટેબલના ખાનામા રાખ્યું હતુ.જે મે અહિ આવી અને જોયું તો જોવા મળ્યું નહિ અને તે સોનુ આ સફિકુલ શેખ ચોરી કરી લઈને જતો રહ્યો છે.

જેથી હુ તથા મારો દીકરો એમ અમો બધા ત્યા ગયેલ અને જોયુ તો દુકાનનો લોક ખુલ્લો હતો તેમજ દુકાનમાં રહેલ અલગ અલગ ટેબલના ખાના ખુલ્લા હતા તેમજ ટેબલના લોક ખુલ્લા હતા જેથી મે તથા મારા દીકરાએ તથા મારી દુકાનમા કામ કરતા કારીગર એમ અમો બધાએ અમારી રીતે તપાસ કરતા આ મારો કારીગર સફિકુલ શેખની શોધખોળ કરી હતી પરંતુ આરોપી ક્યાંય મળી આવ્યો નહોતો અને આ આરોપી 1349.330 ગ્રામ 18 કેરેટ વાળુ સોનુ જેની કિંમત રૂ.1.01 કરોડ થાય તે લઇ જતા એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement