વધુ બે વેપારીનું 22 લાખનુ ચાંદી પોલીસ કરવા લઇ જઇ બંગાળનો કારીગર ફરાર
છ મહિના સુધી વેપારી સાથે કામ કરી વિશ્ર્વાસ કેળવ્યો, મોટા જથ્થામા ચાંદી મળતા જ ભાગી ગયો
મવડી ગામ પાસે આલાપ રોયલ પામમાં રહેતાં અને કુવાડવા રોડ પર આદિયોગી સિલ્વર નામે કારખાનું ધરાવતાં દર્શિલભાઈ કીરીટભાઈ વોરા(ઉ.વ.30) સહિત બે વેપારી પાસેથી 22.53 લાખનું ચાંદી પોલીશ કરવા લઈ ગયા બાદ રેજારુલ રૈયજુદીન શેખ (ઉં.વ.26 રહે.કુવાડવા રોડ, મૂળ પ.બંગાળ)એ પરત નહીં આપી છેતરપિંડી કર્યાની બી-ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.
દર્શીલભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે,ગઇ તા.20/11 નાં બપોરના મારા કારખાને રેજારુલ રૈયજુદીન શેખ નામનો વ્યક્તિ ચાંદી પોલીસકામ કરવા માટે લઇ ગયેલ હોય અને આ વ્યક્તિ છેલ્લા છ મહીનાથી મારા કારખાનેથી ચાંદી પોલીસકામ કરવા માટે લઇ જતો હોય અને ટાઇમ ટુ ટાઇમ ચાંદી પોલીસકામ કરી પરત આપી જતો હોય પરંતુ આ વ્યક્તિ ગઇ તા.20/11ના રોજ બપોરના આશરે એક વાગ્યની આસ પાસ મારા કારખાનેથી નવ કીલ્લો અને સાતસો ગ્રામ જે 82 ટચનુ ચાંદી લઇ ગયેલ હોય જેનુ શુદ્ધ ચાંદી સાત કિલ્લો નવસો ગ્રામ ગણાય જેની કિ.રૂૂ.12,53,832/- જેટલી ગણાય જે પોલીસકામ કરવા લઇ ગયેલ હોય જે બાદ ત્રણ દીવસ પ છી કામ પરત આપવા આવેલ નહી.
જેથી મે તેઓને કોલ કરેલ પરંતુ તેનો ફોન બંધ આવતો હોય જેથી હુ તેમના ઘરે ગયેલ અને તપાસ કરેલ પરંતુ ત્યાં મળી આવેલ નહી અને આજુ-બાજુમાં પુછતા મકાન માલીક દ્વારા જાણવા મળેલ કે તે અવાર નવાર બહાર જતો રહેતો હોય જેથી તે ક્યા ગયેલ છે તેની કોઇ જાણ નથી તેવુ મને જાણવા મળેલ બાદમા બીજા દિવસે ત્યા જઈને તપાસ કરેલ પરંતુ મળી આવેલ નહી જે બાદ અમારા વેપારી મંડળને જાણ કરતા મને જાણવા મળેલ કે ગઇ તા.20/11ના રોજ અન્ય એક વેપારી જેમીનભાઇ વીનોદભાઇ સોરઠીયાનુ પણ આ રેજારુલ નામનો વ્યક્તી સાત કિલ્લો ત્રણસો અઠાવન ગ્રામ જેટલુ શુધ્ધ ચાંદી જેની કિ.રૂૂ.11,00000/- જેટલી ગણાય જે શુધ્ધ ચાંદી લઇ ગયો હતો.આમ આ શખ્સ વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી હતી.
