For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મુંબઈથી ગાંધીધામ જતો 67.24 લાખનો બીયર ઝડપાયો

11:51 AM Feb 28, 2025 IST | Bhumika
મુંબઈથી ગાંધીધામ જતો 67 24 લાખનો બીયર ઝડપાયો

સ્ટેટ મોનિટરિંગ સેલનો બાતમીના આધારે સુરત-અમદાવાદ હાઈવે ઉપર દરોડો, 1 કરોડનો મુદ્દામાલ કબજે

Advertisement

પંજાબથી મંગાવેલો અને વાયા મુંબઈ થઈને ગાંધીધામ જતો રૂા. 67.24 લાખનો 52537 ટીન બીયર ભરેલો ટ્રક સ્ટેટ મોનીટરીંગ સેલે સુરત-અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પરથી ઝડપી લઈ લખપતના પાધરોના શખ્સની ધરપકડ કરી દારૂ મંગાવનાર ગાધીધામના બુટલેગર અને મુંબઈના સપ્લાયરની શોધખોળ શરૂ કરી છે. એસએમસીએ બીયર સહિત રૂા. 1 કરોડનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

મળતી વિગતો મુજબ સુરત-અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પર દારૂ ભરેલો એક ટ્રક નિકળવાનો હોવાનીબાતમીના આધારે સ્ટેટમોનીટરીંગ સેલના ડીઆઈજી નિર્લિપ્તરાય, ડીવાયએસપી કે.ટી. કામરિયાની સૂુચનાથી પીએસઆઈ એ.વી. પટેલ અને તેમની ટીમે વોચ ગોઠવી હતી. તે દરમિયાન શંકાસ્પદ રીતે નિકળેલ ટ્રકને અટકાવતા તેમાંથી મોટા પ્રમાણમાં બિયરનો જથ્થો મળી આવ્યો હતો.

Advertisement

રૂા. 67.24 લાખની કિંમતના 52,537 ટીન બીયરનો જથ્થો તથા ટ્રક મળી રૂા. 1 કરોડના મુદદ્દામાલ સાથે કચ્છના લખપત તાલુકાના પાંધરોવના વતની ગણપતસિંહ ભીમસિંહ રાઠોડની ધરપકડ કરી હતી. તેની પુછપરછમાં આ દારૂનો જથ્થો પંજાબથી મુંબઈ આવ્યો હતો અને મુંબઈથી સપ્લાયરે આ બિયરનો જથ્થો ગાંધીધામના જયરાજસિંહ પુનમસિંહ સોઢાને સપ્લાય કરવા માટે મોકલ્યો હતો. તે પૂર્વે જ એસએમસીની ટીમે આ બિયરના જથ્થાને ઝડપીલઈ ગણપતસિંહની ધરપકડ કરી જયરાજસિંહ અને સપ્લાયરની શોધખોળ શરૂ કરી છે.

એસએમસીએ ઝડપીપાડેલા બીયરના જંગી જથ્થાને ગાંધીધામ સુધી પહોચાડવા માટે ટ્રક ડ્રાયવરે અલગ અલગ રૂટ બદલ્યા હતાં. પ્રથમ પંજાબથી આ બીયરનો જથ્થો મહારાષ્ટ્રમાં આવ્યો હતો. જ્યાં મહારાષ્ટ્રના મુંબઈ ખાતે પંજાબથી આ બિયરનો જથ્થો લાવનાર ટ્રક ચાલકને બદલી નાખવામાં આવ્યો હતો અને ત્યાંથી પકડાયેલ પાંધરોના ગણપતસિંહ આટ્રક લઈને ગાંધીધામ તરફ આવવા રવાનાથયો હતો.

મુંબઈના સપ્લાયરે પંજાબથી મોટા પ્રમાણમાં આશરે 67.24 લાખનો આ બીયરનો જથ્થો મંગાવ્યા બાદ તે મુંબઈથી રવાના કર્યો હતો. ગાંધીધામના નામચીન બુટલેગર જયરાજસિંહ સોઢાને આ બિયરનો જથ્થો સપ્લાય કરવાનો હોય જેથી માહારાષ્ટ્રથી ગુજરાત બોર્ડર થઈ અને આ જથ્થો કચ્છ સુધી પહોંચાડવાનો હતો. પરંતુ સ્ટેટ મોનીટરીંગ સેલે બાતમીના આધારે સુરત-અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પર કામરેજ નજીક 84 ટોલ પ્લાઝા પાસે આ ટ્રકને આંતર્યો હતો. આ ટ્રકમાંથી 67.24 લાખનો બિયરનો જથ્થો ઝડપી પાડ્યો હતો.

Advertisement
Tags :
Advertisement
Advertisement