મોરબી નોવા સ્પામાંથી બિયર અને ગંજીપત્તા પકડાયા
મોરબી શનાળા રોડ પર આવેલ ધર્મેન્દ્ર પ્લાઝા ચોથા માળે નોવા સ્પામાંથી ત્રણ બીયર ટીન તથા 24 નંગ ગંજીપતા મળી કુલ કિં રૂૂ.1140 ના મુદ્દામાલ સાથે ત્રણ ઇસમોને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયા છે.મળતી માહિતી મુજબ મોરબી સિટી એ ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન સ્પામાં ચેકીંગ હાથ ધરતા મોરબીના શનાળા રોડ પર આવેલ ધર્મેન્દ્ર પ્લાઝા ચોથા માળે નોવા સ્પામાંથી બીયર ટીન નંગ-03 કિં રૂૂ.660 તથા ગંજીપતા ના પેકેટ નંગ -24 કિં રૂૂ.480 તથા કોન્ડોમ નંગ -100 મળી કુલ કિં રૂૂ. 1140 ના મુદ્દામાલ સાથે આરોપી પ્રકાશભાઇ મહેશભાઇ પઠાણ (ઉ.વ.20) રહે.મોટાભેલા તા.માળીયા(મી), જયંતભાઇ ગણેશભાઇ પારોરીયા (ઉ.વ.42) રહે. મોરબી શનાળા રોડ સ્કાયમોલ સામે વૈભવનગર તથા અનિનગ પૈહાનુનગ (ઉ.વ.27) રહે. મુળે. એચ./ નં.159 વોર્ડ-5 જાલુકીયા કેડામે કોલોની પેરેન રાજય નાગાલેન્ડવાળાને સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.