For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

જેતપુરના નવાગઢમાં આઠ વર્ષથી રહેતી બાંગ્લાદેશી મહિલા ઝડપાઈ

03:42 PM Jun 13, 2025 IST | Bhumika
જેતપુરના નવાગઢમાં આઠ વર્ષથી રહેતી બાંગ્લાદેશી મહિલા ઝડપાઈ

Advertisement

રાજકોટ જિલ્લામાં ગેરકાયદેસર રીતે વસવાટ કરતાં બાંગ્લાદેશીઓ સામે પોલીસે હાથ ધરેલ ઝુંબેશ દરમિયાન જેતપુરના નવાગઢમાં રહેતી એક બાંગ્લાદેશી મહિલાને એસઓજીએ ઝડપી લીધી હતી. છેલ્લા ઘણા વર્ષોથી જેતપુરના નવાગઢ બળદેવધાર વિસ્તારમાં રહેતી બાંગ્લાદેશી મહિલા કોઈ ગુનાહિત પ્રવૃતિ સાથે સંકળાયેલ હોવાની શંકાએ એસઓજીએ તેની વિશેષ પુછપરછ શરૂ કરી છે.

રાજકોટ જિલ્લામાં ગેરકાયદેસર રીતે ઘુષણખોરી કરી વસવાટ કરતાં બાંગ્લાદેશીઓ સામે કાર્યવાહી કરવા જિલ્લા પોલીસ વડા હિમકર સિંહની સુચના અનવયે એસઓજીના પીઆઈ એફ.એ.પારગી અને તેમની ટીમે જિલ્લામાં અલગ અલગ વિસ્તારોમાં ચેકીંગ હાથ ધર્યુ હતું. તે દરમિયાન જેતપુરના નવાગઢ બળદેવધાર વિસ્તારમાં એક મહિલા ગેરકાયદેસર વસવાટ કરતી મળી આવી હતી. બાંગ્લાદેશના કોચુઆ જિલ્લાના રાજારાટની વતની અલીમાબેગમ ઉર્ફે રેહાના મોહબર શેખ (ઉ.40) નામની મહિલાની એસઓજીએ ધરપકડ કરી હતી. તેની પાસે ભારતીય નાગરિક તરીકેના કોઈ આધાર પુરાવા મળી આવ્યા ન હતાં.

Advertisement

તે ગેરકાયદેસર રીતે બાંગ્લાદેશથી ઘુષણખોરી કરીને આવી હોવાનું જણાવ્યું હતું. અલીમાબેગમ કોઈ ગુનાહિત પ્રવૃતિ સાથે સંકળાયેલ છે કે કેમ ? તે બાબતે તેમજ ખરેખર તે કયા હેતુથી ઘુષણખોરી કરીને ભારતમાં આવ્યા બાદ જેતપુરમાં કઈ રીતે પહોંચી અને તેને કોણે મદદગારી કરી તે સહિતની બાબતો ઉપર તપાસ કેન્દ્રીત કરવામાં આવી છે. એસઓજીના પીઆઈ એફ. એ. પારગી સાથે પીએસઆઈ કે.એમ. ચાવડા, પી.બી.મિશ્રા, વિરરાજ ભાઈ ધાંધલ, પ્રહલાદસિંહ રાઠોડ, રામદેવસિંહ ઝાલા, શિવરાજભાઈ ખાચર, વિપુલભાઈ ગોહિલ સાથે જેતપુરના પીઆઈ વી.એમ. ડોડીયા અને તેમની ટીમે કામગીરી કરી હતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement