રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

લોરેન્સ બિશ્ર્નોઈના સાબરમતી જેલમાંથી ટ્રાન્સફર ઉપર પ્રતિબંધ

12:48 PM Oct 17, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

કેન્દ્રીય ગૃહમંત્રાલયે ટ્રાન્સફર-સ્થળાંતર ઉપર પ્રતિબંધ ઓગસ્ટ-2025 સુધી લંબાવી દીધો

કોઈ પણ રાજ્યની પોલીસને કસ્ટડી મળશે નહીં, પૂછપરછ સાબરમતી જેલમાં જ કરવી પડશે

અમદાવાદની સાબરમતી જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સ બિશ્ર્નોઈનું ના મુંબઈના એનસીપી અજીત પવાર જૂથના નેતા બાબા સીદીકી ઉપરાંત કેનેડાના ખાલિસ્તાન તરફી નેતા હરદિપસિંહ નિજ્જરની હત્યામાં ઉછળ્યું છે. પરંતુ ગુજરાત બહારની પોલીસ સાબરમતી જેલમાંથી તેનો કબજો લઈ શકતી નથી તેની પાછળ કાયદાકીય જોગવાઈ હોવાનુું જણાય છે.

ગોંગસ્ટર લોરેન્સ બિશ્ર્નોઈના ટ્રાન્સફર-સ્થળાંતર ઉપર કેન્દ્રીય ગૃહમંત્રાલયે પ્રતિબંધ ફરમાવ્યો છે. એક વર્ષના પ્રતિબંધની મુદત ગત ઓગસ્ટ માસમાં પૂર્ણ થતાં કેન્દ્રીય ગૃહમંત્રાલયે ફરી એકવર્ષ એટલે કે, ઓગસ્ટ-2025 સુધી આપ્રતિબંધ લંબાવી દીધો છે. જેથી કોઈપણ રાજ્યની પોલીસને લોરેન્સની કસ્ટડી મળી શકશે નહીં અને મંજુરી લઈને જ સાબરમતિ જેલમાં પુછપરછ કરી શકશે.

મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી અને એનસીપી નેતા બાબા સિદ્દીકીની હત્યાકાંડમાં લોરેન્સ બિશ્નોઈનું નામ સામે આવ્યું છે. જેને લઈને મુંબઈ પોલીસ લોરેન્સ બિશ્નોઈની કસ્ટડી ઈચ્છે છે, પરંતુ વારંવાર મુંબઈ પોલીસની અરજી ફગાવી દેવામાં આવી રહી છે. ક્યા કારણે મુંબઈ પોલીસને લોરેન્સ બિશ્ર્નોઈની કસ્ટડી મળી નથી તે જાણવું રસપ્રદ છે.
ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ હાલમાં અમદાવાદની સાબરમતી જેલમાં બંધ છે. એપ્રિલ મહિનામાં બોલિવૂડ અભિનેતા સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ અને હવે મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી બાબા સિદ્દીકીની હત્યાની જવાબદારી લોરેન્સ બિશ્નોઈ ગેંગે લીધી છે. આવી સ્થતિમાં મુંબઈ પોલીસ પૂછપરછ માટે ગેંગસ્ટરની કસ્ટડી માંગી રહી છે.
એપ્રિલની ઘટના બાદ સૂત્રોને ટાંકીને જણાવ્યું કે, મુંબઈ પોલીસે સાબરમતી જેલમાંથી લોરેન્સ બિશ્નોઈની કસ્ટડી માટે ઘણીવાર અપીલ કરી, પરંતુ ગૃહ મંત્રાલયના એક આદેશના કારણે તેમની અરજીઓ ફગાવી દેવામાં આવી.

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ઓગસ્ટ મહિનામાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના સ્થળાંતર પ્રતિબંધ (ટ્રાન્સફર પ્રતિબંધ)ને એક વર્ષ માટે લંબાવ્યો હતો, જેના કારણે તેને અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાં જ તેને રાખવામાં આવ્યો છે.
જો કોઈ રાજ્યની પોલીસ લોરેન્સ બિશ્નોઈની પૂછપરછ કરવા માંગે છે તો તેને જેલ પરિસરની અંદર જ કરવી પડશે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયના આ આદેશના કારણે જ મુંબઈ પોલીસે લોરેન્સ બિશ્નોઈની કસ્ટડી બાબા સિદ્દીકીની હત્યા મામલે ગેંગસ્ટર સામે તપાસ ચાલી રહી છે.

ક્રિમિનલ પ્રોસિજર કોડની કલમ 268 હેઠળ લાદવામાં આવેલો પ્રતિબંધક આદેશ આ વર્ષે ઓગસ્ટમાં સમાપ્ત થવાનો હતો, પરંતુ હવે તેને ભારતીય નાગરિક સંરક્ષણ સંહિતા, 2023ની કલમ 303 હેઠળ લંબાવવામાં આવ્યો છે. સાબરમતી સેન્ટ્રલ જેલના સુપરિન્ટેન્ડેન્ટ ડીઆઈજી શ્વેતા શ્રીમાળીએ પુષ્ટિ કરી કે આ નવો આદેશ ઓગસ્ટ 2025 સુધી અમલમાં રહેશે.

ડ્રગ્સના કેસમાં સાબરમતી જેલમાં બંધ છે લોરેન્સ બિશ્ર્નોઈ
રાજસ્થાનનો ગેંગસ્ટર લોરેન્સ બિશ્ર્નોઈને ડ્રગ્સના કેસમાં ગુજરાત પોલીસે પકડ્યો હતો. કચ્છમાંથી પકડાયેલ ડ્રગ્સકાંડમાં લોરેન્સ બિશ્ર્નોઈને પકડવામાં આવ્યા બાદ તે એક વર્ષથી સાબરમતિ જેલમાં છે. લોરેન્સના જેલવાસ દરમિયાન જ સલમાનખાનના ઘર ઉપર ફાયરીંગ, અમુક વેપારીઓને કોલ કરી ખંડણી માંગવી અને છેલ્લે મુંબઈમાં બાબાસીદીકીની હત્યામાં તેનું નામ ઉછળી રહ્યું છે. પરંતુ અન્ય રાજ્યોની પોલીસને આજ સુધી લોરેન્સ બિશ્ર્નોઈનો કબજો મળ્યો નથી.

Tags :
gujaratgujarat newsLawrence BishrnoiLawrence Bishrnoi gangSabarmati Jail
Advertisement
Next Article
Advertisement