ગોંડલ હનીટ્રેપ કેસમાં પદ્મિનીબા વાળા સહિત ચારના જામીન મંજૂર
ગોંડલ હનીટ્રેપ કેસમાં પદ્મિનીબા વાળાને રાહત મળી છે. કોર્ટે પદ્મિનીબા વાળા સહીત ચાર આરોપીઓના જામીન મંજૂર કર્યા હતા. ગુજરાતમાં ક્ષત્રિય આંદોલનમાં અગ્રેસર રહેનારા પદ્મિનીબા વાળા અને તેમના પુત્ર સહિત 5 લોકો વિરુદ્ધ વૃદ્ધને હનીટ્રેપમાં ફસાવી રૂૂપિયા પડાવવા અંગેની ફરિયાદ બાદ પોલીસે પદ્મિનીબા અને તેના પુત્ર સહિત 4ની ધરપડક કરી કોર્ટમાં રજુ કર્યા હતા જેમાં કોર્ટે ચારેય આરોપીઓના જામીન મંજૂર કરાયા છે. જ્યારે મુખ્ય આરોપી તેજલ છૈયા હજુ પોલીસ પકડથી દૂર છે.
ગોંડલમાં ચકચારી હનીટ્રેપ કેસમાં લોકસભા 2024ની ચૂંટણી સમયે ક્ષત્રિય સમાજના આંદોલનના મહિલા ચહેરા તરીકે પદ્મિનીબા વાળા સહિત તેમના પુત્ર સત્યજીતસિંહ વાળા, શ્યામ રાયચુરા અને હિરેન દેવડિયાની શનિવારે (19 એપ્રિલ, 2025) મોડી રાત્રે ધરપકડ કરવામાં આવી હતી. જોકે, આ કેસની મુખ્ય આરોપી તેજલ છૈયા હજુ ફરાર છે, અને તેની શોધખોળ માટે પોલીસ તપાસ ચાલી રહી છે. જોકે સામા પક્ષે ફરિયાદી રમેશ અમરેલીયા નામના વૃદ્ધ વિરુદ્ધ ઇગજ કલમ 75 હેઠળ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.
ગોંડલના જેતપુર રોડ પર ગીતાનગર સોસાયટીમાં રહેતા 60 વર્ષીય નિવૃત્ત વ્યક્તિ રમેશભાઈ ત્રિકમભાઈ અમરેલીયાએ ગોંડલ સિટી ઇ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પદ્મિનીબા વાળા, તેમના પુત્ર સત્યજીતસિંહ, તેજલ છૈયા, શ્યામ રાયચુરા અને હિરેન દેવડિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 333, 308(4), 351(2), 54 સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયો છે.
-----